Short News

ડિસમ્બર 2018 સુધીમાં બજારમાં ફરતો થઈ જશે 20 રૂપિયાનો સિક્કો

ડિસમ્બર 2018 સુધીમાં બજારમાં ફરતો થઈ જશે 20 રૂપિયાનો સિક્કો

ડિસેમ્બર 2018 સુધી આ સિક્કો બજારમાં આવી જશે. જી હા, આ સિક્કાની ડિઝાઇન તો અલગ હશે, થીમ પણ આધુનિક હશે. આ સિક્કાને બે ધાતુઓના મિશ્રણથી તૈયાર કરવામાં આવશે, જેની ડિઝાઈન પર કામ શરૂ થઈ ચુક્યુ છે. હાલ 20 રૂપિયાની નોટોનું છાપકામ બંધ છે. તેમજ દેશમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધુની 10 અને 20 રૂપિયાની સ્વૉયલ નોટો છે. જેથી સરકાર 20નો સિક્કો લાવી રહી છે.  
વડોદરામાં ભાજપના કાર્યકરે કલેક્ટર પાસે માંગી દારૂ વેચવાની મંજુરી

વડોદરામાં ભાજપના કાર્યકરે કલેક્ટર પાસે માંગી દારૂ વેચવાની મંજુરી

વડોદરાના સાંકરદા ગામમાં રહેતા સંજય પંચાલ નામના વ્યક્તિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને દારૂનો વેપાર કરવાની મંજૂરી માગી છે. સંજય પંચાલનું કહેવું છે કે તેના પર થયેલા અત્યાચાર મુદ્દે ન્યાય મેળવવા તે પાંચ વર્ષથી ભટકી રહ્યો છે. તેની પાસે રોજગારીનું કોઈ સાધન ન હોવાથી તેને દારૂનો વેપાર કરવાની મંજૂરી આપવામાં આવે. પંચાલ ભાજપ બક્ષીપંચ મોર્ચાનો મહામંત્રી છે.
આ ડિવાઇસ તપાસી આપશે કે ભવિષ્યમાં તમને હાર્ટએટેક આવશે કે નહી!

આ ડિવાઇસ તપાસી આપશે કે ભવિષ્યમાં તમને હાર્ટએટેક આવશે કે નહી!

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નૉલોજી બોમ્બે (IIT-Bombay)ના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ મળીને એક એવું ડિવાઇસ બનાવ્યું છે, જે હાર્ટ અટેકની માહિતી આપવા ઉપરાંત, ભવિષ્યમાં વ્યક્તિને હાર્ટએટેક આવી શકશે કે નહીં તેની પણ જાણકારી આપશે. આ ડિવાઇસ હાર્ટ અટેકના કેસમાં લોહીમાં ચાલી રહેલા કેમિકલ્સની માત્રાને માપે છે અને સ્માર્ટફોન પર તેનું રીડિંગ બતાવે છે.
એન્કાઉન્ટર કેસમાં વણઝારા-ચુડાસમાને જામીન આપનાર જસ્ટીસ અભય થિપ્સે કોંગ્રેસમાં જોડાયા

એન્કાઉન્ટર કેસમાં વણઝારા-ચુડાસમાને જામીન આપનાર જસ્ટીસ અભય થિપ્સે કોંગ્રેસમાં જોડાયા

2005-2006ના બહુ ચર્ચીત સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિ કેસના આરોપી ગુજરાતના સિનિયર IPS અધિકારી ડી જી વણઝારા અને અભય ચુડાસમાને જામીન આપનાર મુંબઈ હાઈકોર્ટના જસ્ટીસ અભય થીપ્સે ગત સપ્તાહે કોંગ્રેસમાં જાડાઈ ગયા છે. જેના કારણે તેમણે આ કેસમાં કરેલી ટીપ્પણીઓને હવા રાજકીય રીતે જોવાઈ રહી છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more