Short News

ઓડી ભારતમાં પોતાનું પરફોર્મન્સ સુધારવા એફોર્ડેબલ કાર કરશે લોન્ચ

ઓડી ભારતમાં પોતાનું પરફોર્મન્સ સુધારવા એફોર્ડેબલ કાર કરશે લોન્ચ

છેલ્લા કેટલાક સમયથી કાર નિર્માતા કંપની ઓડીનું ભારતમાં નબળુ પરફોર્મન્સ રહ્યુ છે. જેને ધ્યાને લેતા ઓડી કંપની તરફથી ભારતમાં A3 સિડાન અને Q3 ક્રોસઓવર લોન્ચ કરવાની યોજના છે. આ સાથે જ કંપની એફોર્ડેબલ માર્કેટમાં પણ ઝંપલાવી રહી છે. ઓડીની આગામી સમયમાં એન્ટ્રી લેવલની કાર રજુ કરવામાં આવશે. જેની અંદાજીત કિંમત 30 લાખ રૂપિયાની અંદર હશે.  
જલ્દી કરો, ભારતીય સ્ટેટ બેંકમાં આવી વેકન્સી

જલ્દી કરો, ભારતીય સ્ટેટ બેંકમાં આવી વેકન્સી

ભારતીય સ્ટેટ બેન્કે પ્રોબેશનરી ઓફિસર્સના 2000 પદો માટે ભરતીની નોટિફિકેશન જાહેર કરી છે. આ માટે કોઈપણ માન્યતા પ્રાપ્તયૂનિવર્સિટીથી કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ અથવા ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં હોય તે અપ્લાઈ કરી શકે છે. ઉમેદવારની ઉંમર 01-04-2018ના રોજ 21થી ઓછી અને 30 વર્ષથી વધુ ના હોવી જોઈએ. વધુ જાણકારી મેળવવા વાંચો અહીં.
છોકરીઓની ચાલ પરથી મેળવો તેના સ્વાભાવની જાણકારી

છોકરીઓની ચાલ પરથી મેળવો તેના સ્વાભાવની જાણકારી

સમુદ્રશાસ્ત્ર અનુસાર કોઈપણ છોકરીની ચાલના આધારે તેના સ્વભાવની જાણકારી મળે છે જેમ કે, ઝડપથી ચાલતી છોકરી આત્મવિશ્વાસ ભરપૂર એનો સાહસિક હોય છે. નાના ડગલા ભરીને ચાલતી છોકરી શાંત, હસમુખી અને મળતાવડી હોય છે. જમીન પર પગ ઘસીને ચાલતી છોકરીઓ દુઃખી રહે છે તેમજ જલ્દી નિર્ણય નથી લઈ શકતી. ધીમે ચાલતી છોકરી શાંત અને સહજ હોય છે.
યુગાંડાના રાષ્ટ્રપતિ મુસેવનીએ ઓરલ સેક્સ બાબતે આપ્યુ વિવાદિત નિવેદન

યુગાંડાના રાષ્ટ્રપતિ મુસેવનીએ ઓરલ સેક્સ બાબતે આપ્યુ વિવાદિત નિવેદન

યુગાંડાના રાષ્ટ્રપતિ મુસેવનીએ ઓરલ સેક્સને લઈને એક વિવાદિત નિવેદન આપ્યુ છે. તેણે જણાવ્યુ હતુ કે ઓરલ સેક્સ ગંદી બાબત છે અને તેના પર પ્રતિબંધ લાગવો જોઈએ તેમણે વધુમાં કહ્યુ હતુ કે, ‘મોઢાનો પ્રયોગ તો ખાવા માટે હોય છે, ઓરલ સેક્સ માટે નહીં. ઉલ્લેખનીય છે કે યુગાંડાના પ્રેસિડેન્ટે આ પહેલા 2014મા તેમણે સમલૈંગિકોને લઈને ખૂબ જ કડક કાયદો બનાવ્યો હતો.