Short News

મોદી ધારે છે તેના કરતા બેડ લોન્સની સમસ્યા વધુ વિકટ

મોદી ધારે છે તેના કરતા બેડ લોન્સની સમસ્યા વધુ વિકટ

મોદી સરકારના બેડ લોન સામે અસરદાર પગલાં લેવામાં નિષ્ફળ રહ્યા છે. સરકારી અને ખાનગી બેંકોની ભરપાઈ ન થયેલી અબજો રુપિયાની લોન્સ પણ ભારતીય અર્થતંત્ર માટે ખતરાની ઘંટડી છે. ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના ચોપડે 3.6 બિલિયન ડૉલરની બેડ લોન નોંધાયેલી છે.
દક્ષિણ ગુજરાતમાં ધરા ધ્રૂજી, 3.7 તીવ્રતાનો ભૂકંપનો અનુભવાયો આચકો

દક્ષિણ ગુજરાતમાં ધરા ધ્રૂજી, 3.7 તીવ્રતાનો ભૂકંપનો અનુભવાયો આચકો

આજે સાંજે આશરે 4.56 કલાકે મધ્ય અને દક્ષિણ ગુજરાત 3.7ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધણધણી ગયુ હતુ. માહિતી મળી છે કે, આ આંચકાનું એપિસેન્ટર ભરૂચ પાસે હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. 10 સેકન્ડ સુધી ધરા ધ્રૂજતા લોકો ભયભીત થઈ ઘરની બહાર નીકળી આવ્યા હતા. જો કે આ ભૂકંપમાં કોઈ જાન હાનિ થઈ નથી. સુરત, માંગરોળ, માંડવી, ડેડિયાપાડા, આંચકા અનુભવાયા છે.
ભાગેડુઓની હવે ખેર નથી, સરકારે લીધો મહત્વનો નિર્ણય

ભાગેડુઓની હવે ખેર નથી, સરકારે લીધો મહત્વનો નિર્ણય

છેલ્લા કેટલાક સમયથી એક પછી એક કૌભાંડીઓ કૌભાંડ આચરી દેશ છોડીને ભાગી જાય છે. ત્યારે તેને ગંભીરતાથી લેતા સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં નાસી જનાર કૌભાંડીઓની સંપત્તિ હવે જપ્ત થઈ શકે છે. તેમજ તેની સંપતિને વેંચી બેંકના લોનની રકમની ચુકવણી કરી શકાશે.આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આ અંગેના ઓર્ડિયન્સને મંજૂરી આપી છે.
170 વર્ષથી વીરાન છે આ શાપિત ગામ, આત્માઓનો છે પ્રભાવ

170 વર્ષથી વીરાન છે આ શાપિત ગામ, આત્માઓનો છે પ્રભાવ

ભારતમાં કેટલીય એવી જગ્યાઓ છે જેની સાથે કોઈ કહાની ના જોડાઈ હોય. આજે અમે તમને રાજસ્થાનના એક એવા ગામ વિશે જણાવીશુ જે 170 વર્ષોથી ખાલી પડ્યુ છે. કુલધરા ગામના હજારો લોક એક રાતમાં આ ગામને ખાલી કરી જતા રહ્યા હતા. ગામલોકોના મતે અહીં દરેક પળે એવો અનુભવ થાય છે જાણે કોઈ આપણી આસપાસ ચાલી રહ્યુ હોય, બજારમાં બંગડી અને પાયલનો અવાજ આવે છે.