Short News

બજાજ નેક્સ્ટ જનરેશન પલ્સર બાઈક 250 સીસી અવતારમાં કરશે લોન્ચ

બજાજ નેક્સ્ટ જનરેશન પલ્સર બાઈક 250 સીસી અવતારમાં કરશે લોન્ચ

ભારતીય ટુ-વ્હિલર કંપની બજાજ તેની નેક્સ્ટ જનરેશન પલ્સર બાઇકને 250 સીસી અવતારમાં કરે તેવી શક્યતા છે. હાલ તેના પર કંપની કામ કરી રહી છે. આ બાઈકને 2019માં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. જો આ બાઈકની કિંમતની વાત કરીએ તો, નવી પલ્સર 1.25 લાખથી 1.35 લાખ રૂપિયા વચ્ચે લૉન્ચ કરી શકાય છે. જેમાં 250નું 248.76 સીસી સિંગલ સિલિન્ડર પેટ્રોલ એન્જિન હશે.
પીએમ મોદી પહોંચ્યા ચીન, આજે જિનપિંગ સાથે કરશે મુલાકાત

પીએમ મોદી પહોંચ્યા ચીન, આજે જિનપિંગ સાથે કરશે મુલાકાત

હાલ પીએમ મોદી ચીનના બે દિવસના પ્રવાસે છે ત્યારે તેઓ ચીન પહોંચી ગયા છે. ચીનના વુહાન એરપોર્ટ પર પીએમને વિદેશ મંત્રાલયનાં આસિસ્ટન્ટ મિનિસ્ટર કોંગ જુઆગયૂ, ના મંત્રીઓએ રિસીવ કર્યા હતા. રવાના થયા પહેલા મોદીએ ટ્વિટ કર્યુ હતુ કે, હું ચીનનાં વુહાનની યાત્રા પર જઇ રહ્યો છું. જ્યાં 27-28 એપ્રીલે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અનૌપચારિક શિખર બેઠક થશે.
બનાસકાંઠાઃ PSIએ ખાખીને લગાવ્યો દાગ, ફરિયાદ કરવા આવેલી મહિલા પર બળાત્કારનો પ્રયાસ

બનાસકાંઠાઃ PSIએ ખાખીને લગાવ્યો દાગ, ફરિયાદ કરવા આવેલી મહિલા પર બળાત્કારનો પ્રયાસ

કહેવાય છે ને કે રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે પ્રજા ક્યાં જાય? માહિતી મળી છે કે બે મહિના અગાઉ ભાભર પોલીસ મથકે પોતાના સાસરિયા વિરૂધ્ધ એક મહિલા ફરિયાદ આપવા ગઈ હતી પરંતુ ત્યાં એક PSI સહિત બે પોલીસકર્મીએ તેણીની છેડછાડ કરી નીચે પછાડી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાએ બુમાબુમ કરી બહાર નીકળી જતા તે બચી ગઈ હતી.
રાહુલ ગાંધીના વિમાનના ઉડ્ડયન વેળાએ ખામી સર્જાતા તપાસની માંગ કરાય

રાહુલ ગાંધીના વિમાનના ઉડ્ડયન વેળાએ ખામી સર્જાતા તપાસની માંગ કરાય

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે હુબલી પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિમાનમાં બે કલાકની ઉડાન દરમિયાન કોઇ અસ્પષ્ટ ટેક્નિકલ ખામી સામે આવી હતી. વિમાન આંતરિક ખામીના લીધે ધ્રુજવા લાગ્યુ હતુ તેમજ હુબલી એરપોર્ટ ઉપર વિમાનનું લેન્ડિગ એટલુ ખરાબ થયુ કે સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જે અંગે સુરક્ષાને ધ્યાને રાખતા કોંગ્રેસી નેતાઓએ તપાસની માંગ કરી છે.