Short News

BHIMના યુઝર્સને મળશે મોટું કેશબેક

BHIMના યુઝર્સને મળશે મોટું કેશબેક

PM મોદીએ શનિવારે આંબેડકર જયંતીના અવસર પર BHIM એપને પ્રોત્સાહન આપવાની કેશબેક ઓફર રજૂ કરી હતી. ગઈ કાલે ભીમ એપને એક વર્ષ પૂર્ણ થતા 1000 રૂપિયા સુધીના કેશબેકની ઓફર રજુ કરી છે. ઇલેક્ટ્રોનિક એન્ડ સૂચના પ્રસારણ મંત્રાલયની દેખરેખમાં ભીમ એપનો લોકો વધુ ઉપયોગ કરે તે માટે 900 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. ભીમ એપના પ્રથમ ટ્રાન્ઝેક્શન પર 51 રૂપિયા કેશબેક મળશે.
આ ગામના લોકો દિવસે પણ બહાર નિકળતા ડરે છે, જાણો શું છે રહસ્ય

આ ગામના લોકો દિવસે પણ બહાર નિકળતા ડરે છે, જાણો શું છે રહસ્ય

આપને જાણીને નવાઈ લાગશે કે, બ્રાઝિલના સાઓ પાઉલોના અરારસ ગામના લોકો દિવસે પણ ઘરની બાહર નિકળતા ડરે છે. આ ડરનું કારણ કોઈ ભૂત કે આત્મા નહિ પરંતુ સૂર્યના કિરણો છે. કેમ કે આ ગામના મોટા ભાગના લોકો એક્સપી નામની જેનેટિક ડિસઓર્ડરનો શિકાર છે. જેને લીધે તડકામાં બહાર નિકળવું આ લોકો માટે કોઈ સજાથી ઓછુ નથી. સૂર્યના કિરણો તેના શરીરને બાળી દે છે.
દેવભૂમિ દ્વારકાઃ નરાધમે 3 વર્ષની બાળકીને પીંખી નાખી

દેવભૂમિ દ્વારકાઃ નરાધમે 3 વર્ષની બાળકીને પીંખી નાખી

દ્વારકા તાલુકાના કુરૂંગા નજીક આવેલા આરએસપીએલ કેમ્પની અંદર આવેલી મજૂર કોલોનીમાં સોમવારે બપોરે મજૂર મહિલા 20 મિનિટ માટે 3 વર્ષની બાળકીને મૂકીને શૌચક્રિયા માટે ગઈ હતી. દરમિયાન કોઈ અજાણ્યા નરાધમે બાળકીની એકલતાનો લાભ લઈ બાળકીને પંખી નાખી હતી. બાળકીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખેસેડવામાં આવી હતી.
અબજો વર્ષ પહેલા મંગળ પર હતુ પાણી, અમેરિકન વૈજ્ઞાનિકોનો દાવો

અબજો વર્ષ પહેલા મંગળ પર હતુ પાણી, અમેરિકન વૈજ્ઞાનિકોનો દાવો

અમેરિકન વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહની સપાટી પર લાંબી તિરાડોનો અભ્યાસ કરવા માટે અમેરિકન સ્પેસ એજન્સી નાસાના ક્યુરિયોસિટી રોવર દ્વારા 2017ની શરૂઆતમાં આવી હતી. તિરાડોના અભ્યાસ બાદ અમેરિકન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે મંગળનાં તમામ તળાવો આશરે 3.5 અબજ વર્ષો પહેલા સુકાઇ ગયા હતા. ત્યારે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હજુ ઘણી માહિતીઓ પ્રાપ્ત થવાની બાકી છે.