Short News

WOW એરલાઈન્સ ઓફરઃ દિલ્હીથી ન્યુયોર્ક સુધી ખર્ચવા પડશે માત્ર 13,500 રૂપિયા

WOW એરલાઈન્સ ઓફરઃ દિલ્હીથી ન્યુયોર્ક સુધી ખર્ચવા પડશે માત્ર 13,500 રૂપિયા

તમે દેશમાં હવાઈ યાત્રા માટે ઘણી સસ્તી ઓફરો સાંભળી હશે પરંતુ આ ઓફરની સાંભળીતે તમે મોંમાં આંગળા નાખી જશો. કેમ કે, WOW એરલાઇન નવી દિલ્હી થી અમેરિકાને ન્યૂયૉર્ક, વોશિંગટન અને શિકાગો જવા માટેની ફ્લાઇટનું ભાડું 199 ડોલર(રૂ.13,500) માં ટિકીટ મળશે. આટલા લાંબા અંતર માટે સૌથી સસ્તી ટિકિટ આપનાર આ પહેલી એરલાઈન્સ છે. આ ફ્લાઈટ ડિસેમ્બરથી શરૂ થશે.
પાકિસ્તાન સરકાર 120 વર્ષ જૂના હિન્દુ મંદિરની કાયાપલટ કરશે

પાકિસ્તાન સરકાર 120 વર્ષ જૂના હિન્દુ મંદિરની કાયાપલટ કરશે

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીમાં સ્થિત કૃષ્ણ મંદિરના નવીનીકરણ અને તે વિસ્તરણ કરવા માટે બે કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. આ જાણકારી 20 મેએ મીડિયાની એક રિપોર્ટમાં આપવામાં આવી હતી. રાવલપિંડી અને ઈસ્લામાબાદ શહેરોમાં માત્ર કૃષ્ણ મંદિર જ એકમાત્ર હિન્દુ મંદિર છે જે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે. મંદિરમાં રોજ સવાર-સાંજ આરતી કરવામાં આવે છે.
ભારતનું ઓનલાઇન માર્કેટ 3 વર્ષમાં 6.7 લાખ કરોડ સુધી પહોંચશે

ભારતનું ઓનલાઇન માર્કેટ 3 વર્ષમાં 6.7 લાખ કરોડ સુધી પહોંચશે

ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સ વધતા ઓનલાઇન શોપિંગનો વ્યાપ પણ વધ્યો છે. કન્સલ્ટિંગ ફર્મ રેડસીઅર ઈન્ડિયાના એક રીપોર્ટમાં કરવામાં આવેલા અનુમાન અનુસાર વર્ષ 2020 સુધી આશરે 100 અબજ ડોલર એટલે કે 6.7 લાખ કરોડ રુપિયાની પાર પહોંચે તેવી શક્યતા છે, જેનો ગ્રોથરેટ 25 ટકાની આસપાસ હશે. 2017 સુધી 50 કરોડ ઈન્ટરનેટ યુઝર્સ સાથે ભારત સૌથી વધારે ગ્રોથ કરનારા દેશો પૈકી એક છે.
રૉયલ રિસેપ્શનમાં પણ પ્રિયંકા ચોપરાએ છોડી યાદગાર છાપ

રૉયલ રિસેપ્શનમાં પણ પ્રિયંકા ચોપરાએ છોડી યાદગાર છાપ

ઇંગ્લેન્ડના પ્રિન્સ હેરી અને એક્ટ્રેસ મેઘન મર્કેલના રિસેપ્શનમાં પણ બોલીવુડ દિવા પ્રિયંકા ચોપરાએ યાદગાર છાપ છોડી છે. આ રિસેપ્શનમાં માત્ર 200 સેલિબ્રિટીઝને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પ્રિયંકા ચોપડાએ રોયલ રિસેપ્શન માટે ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું હતું. રોયલ રિસેપ્શનને પ્રિન્સ ઓફ વેલ્સ અને હૈરીના પિતાએ લંડન ખાતે હોસ્ટ કર્યું હતું.