Short News

મુંબઈમાં NCDEXની કાંજુરમાર્ગ ઓફિસમાં આગ લાગી

મુંબઈમાં NCDEXની કાંજુરમાર્ગ ઓફિસમાં આગ લાગી

મુંબઇમાં એનસીડીઈએક્સની કાંજુરમાર્ગ ઓફિસમાં આગ લાગી છે. આ આગ લાગવાને કારણે એનસીડીઈએક્સમાં ટ્રેડિંગ બંધ કરવામાં આવ્યું હતું. કંપનીની વેબસાઇટ પણ ઠપ્પ થઈ ગઈ છે. મોટાભાગની એગ્રી કૉમોડિટીનું ટ્રેડિંગ એનસીડીઈએક્સ પર કરવામાં આવે છે. આવતીકાલ સુધીમાં બધું બરાબર થવાની શક્યતા છે.
આ વર્ષે ચોમાસાનો પ્રથમ વરસાદ 21 થી 25 મે સુધીમાં થશે

આ વર્ષે ચોમાસાનો પ્રથમ વરસાદ 21 થી 25 મે સુધીમાં થશે

વનસ્પતિનાં લક્ષણો, ચૈત્ર માસનાં દનૈયા, હુતાશણી અને અખાત્રીજનાં દિવસનાં પવનો સહિતની બાબતોનાં આધારે વાર્તારો કાઢતા જૂનાગઢના મોહનભાઈ દલસાણીયાએ જણાવ્યુ હતુ કે, આ વર્ષે પ્રથમ વરસાદ 21 થી 25 મે સુધીમાં થશે. જ્યારે રેગ્યુલર ચોમાસું 22 જુને બેસશે. આ વર્ષે એકંદરે દનૈયા 38 થી 42 ડિગ્રી તાપમાને તપેલા છે. તેથી આ વર્ષે વરસાદ સારો થવાના સંજોગો છે.
એપ્રિલ 21, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

એપ્રિલ 21, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે. પેટ્રોલની કિંમત પ્રતિલીટર 0.13 પૈસાનો વધારો થતા 73.53 રૂપિયા પ્રતિલીટર થઇ છે. ગઇ કાલે 20 એપ્રિલ, 2018ના રોજ પેટ્રોલની કિંમત 0.01 પૈસા વધઘટ સાથે 73.40 રૂપિયા પર સ્થિર રહી હતી. પેટ્રોલનો રોજેરોજનો અપડેટેડ ભાવ જાણવા જોતા રહો આ જગ્યા.
CSK Vs RR: વોટસને ફટકારી સદી,  ચૈનાઈનો 64 રને ભવ્ય વિજય

CSK Vs RR: વોટસને ફટકારી સદી, ચૈનાઈનો 64 રને ભવ્ય વિજય

રાજસ્થાન અને ચૈન્નાઈ વચ્ચે રમાયેલી મેચમાં આખરે ચૈન્નાઈએ બાજી મારી લીધી હતી. ચૈન્નાઈએ વોટસનની તોફાની સદીની મદદથી ચૈન્નાઈએ રાજસ્થાનને 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાન માત્ર 140 રન જ કરી શકી હતી અને ચૈન્નાઈનો 64 રને ભવ્ય વિજય થયો હતો. આ વિજયને લીધે ચૈન્નાઈ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયુ છે.