Short News

FPIsને મળતો 'ગ્રાન્ડફાધરિંગ'નો લાભ થયો બંધ

FPIsને મળતો 'ગ્રાન્ડફાધરિંગ'નો લાભ થયો બંધ

ઓથોરિટી ઓફ એડ્વાન્સ રુલિંગ (AAR)એ મોરિશિયસ રૂટ દ્વારા ભારતમાં રોકાણ કરતી કંપનીને કરસંધિ હેઠળ 'ગ્રાન્ડફાધરિંગ'ના લાભ આપવાનો ઇનકાર કર્યો છે. AARના આ નિર્ણયની વિદેશી રોકાણકારો પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. ભારત-મોરિશિયસ કરસંધિમાં ટેક્સના દર થોડા નીચા હોવાથી આ નિર્ણય લેવાયો છે.
નવા નિયમને પગલે આ લોકો WhatsApp યુઝ નહીં કરી શકે

નવા નિયમને પગલે આ લોકો WhatsApp યુઝ નહીં કરી શકે

લોકપ્રિય મેસેન્જિંગ એપ WhatsApp એક નવો નિયમ લઇને આવ્યું છે જેના કારણે વોટ્સએપના કેટલાક યુઝર્સ હવે આ એપનો ઉપયોગ નહી કરી શકે. જો તમે પણ વોટ્સએપ યુઝર છો અને તમારી ઉંમર 16 વર્ષથી ઓછી હોય તો હવે વોટ્સએપ યુઝ નહી કરી શકે. વોટ્સએપનો આ નવો નિયમ હાલ ભારતમાં લાગૂ થયો નથી. આ નિયમ યુરોપ માટે છે. પરંતુ આ નિયમ ભારતમાં પણ લાગુ કરવામાં આવે તો નવાઇ નહી.
સહિષ્ણુ દેશોની યાદીમાં કેનેડા, ચીન અને મલેશિયા પછી ભારત ચોથા ક્રમે

સહિષ્ણુ દેશોની યાદીમાં કેનેડા, ચીન અને મલેશિયા પછી ભારત ચોથા ક્રમે

IPSOS મોરી દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં સહિષ્ણુ દેશોની યાદીમાં ભારત ચોથા સ્થાને છે. સહિષ્ણુ દેશોની યાદીમાં કેનેડા પ્રથમ ક્રમાંકે, ચીન બીજા ક્રમાંકે અને મલેશિયા ત્રીજા ક્રમાંકે છે. આ સર્વેક્ષણમાં 27 દેશોના વીસ હજાર લોકોનો ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યો છે. સર્વેક્ષણ મુજબ હંગેરી સૌથી ઓછો સહિષ્ણુ છે. તે પછી દક્ષિણ કોરિયા અને બ્રાઝીલ આવે છે.
પર્પલ કેપ મેળવનાર માર્કન્ડ આમને માને છે ગુરુ

પર્પલ કેપ મેળવનાર માર્કન્ડ આમને માને છે ગુરુ

IPL 11 સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ એક પછી એક ધબડકા કરી રહ્યા છે. મુંબઈ માટે બધી જ બાબતો નિરાશાજનક રહી પણ એક મુંબઈના એક ખેલાડીએ આ બધાની વચ્ચે ક્રિકેટ પ્રેમીઓનું પોતાની તરફ ખેંચ્યું છે. આ ખેલાડી છે યુવા લેગ સ્પિનર મયંક માર્કેન્ડે. હૈદરાબાદ સામે મયંકે  3 ઓવરમાં માત્ર 15 રન આપી બે વિકેટ ઝડપી હતી. તેને પર્પલ કેપ આપવામાં આવી છે. તે હરભજન સિંહને પોતાનો ગુરુ માને છે.