Short News

હવે ગૂગલે જાહેરાતની આવક પર ચૂકવવો પડશે ટેક્સ

હવે ગૂગલે જાહેરાતની આવક પર ચૂકવવો પડશે ટેક્સ

ગુગલ ઈન્ડિયાએ ટેક્ષ મામલે અપીલીય મંચ તરફથી આંચકો લાગ્યો છે. આયકર વિભાગે કંપનીની જાહેરાત પર થતી આવકને ગૂગલ આયરલેન્ડ લિમિટેડને મોકલવા મામલે ટેક્ષ માંગને આવકવેરા વિભાગની નોટીસને યોગ્ય ગણાવી છે. કર વિભાગને જાણવા મળ્યું કે, વર્ષ 2012-13 માટેના સ્ત્રોત પર કપાત કર્યા વિના 1114.91 કરોડ રૂપિયા ગૂગલ આયરલેન્ડ લિમિટેડને ટ્રાન્સફર કરાયા છે.
વાજતે-ગાજતે નીકળી હાસ્ય લેખક વિનોદ ભટ્ટની અંતિમ યાત્રા

વાજતે-ગાજતે નીકળી હાસ્ય લેખક વિનોદ ભટ્ટની અંતિમ યાત્રા

વરિષ્ઠ સાહિત્યકાર વિનોદ ભટ્ટનાં અવસાનથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્ર અને સાહિત્ય પ્રેમીઓને મોટી ખોટ પડી છે. પરિવારજનોએ તેમની અંતિમ ઇચ્છાને માન આપીને તેમની અંતિમ યાત્રા વાજતે-ગાજતે કાઢી હતી. તેમના પાર્થિવ દેહનું મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસઅર્થે દાન કરાયો હતો. રેડ ક્રોસ સોસાયટીએ વિનોદભાઈના ધર્મયુગ કોલોની, કાંકરિયા સ્થિત ઘરે જઈને દેહદાન સ્વીકાર્યું હતું.
IPL 2018 Eliminator : KKRvRR : કોલકત્તાએ રાજસ્થાનને 25 રનથી હરાવ્યું

IPL 2018 Eliminator : KKRvRR : કોલકત્તાએ રાજસ્થાનને 25 રનથી હરાવ્યું

IPL સિઝન 11ની પહેલી એલિમિનેટર મેચ આજે કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ટક્કરમાં કોલકત્તાએ રાજસ્થાનને 25 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 169 રન કર્યા હતા. જવાબમાં રાજસ્થાને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 144 રન જ બનાવી શકી હતી. કોલકત્તાએ ક્વોલિફાય 2માં એન્ટ્રી મેળવી છે.
VHP રજૂ નહીં થવા દે સલમાનની ફિલ્મ 'લવરાત્રિ'

VHP રજૂ નહીં થવા દે સલમાનની ફિલ્મ 'લવરાત્રિ'

સલમાન ખાન બનેવી આયુષ શર્માને ફિલ્મ ‘લવરાત્રિ'થી બોલિવુડમાં લૉંચ કરશે. આ ફિલ્મ આ વર્ષે 5 ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મના નામને લઈને વિવાદ ઊભો થયો છે. વિશ્વ હિંદૂ પરિષદ (VHP)એ મંગળવારે એલાન કર્યું છે કે તે આ ફિલ્મને રિલીઝ નહીં થવા દે. તેમનું કહેવું છે કે ફિલ્મનું નામ ‘લવરાત્રિ' હિંદૂ તહેવાર નવરાત્રિના નામને બગાડે છે.