Short News

મોબાઇલ કોમ્પોનેન્ટ્સ પર સરકાર કસ્ટમ ડ્યુટી લાદશે

મોબાઇલ કોમ્પોનેન્ટ્સ પર સરકાર કસ્ટમ ડ્યુટી લાદશે

ભારત સરકાર આગામી સમયમાં મોબાઇલ ફોનમાં વપરાતા પોપ્યુલેટેડ સર્કિટ બોર્ડ્સ (PCBs), કેમેરા મોડ્યુલ્સ અને કનેક્ટર્સની આયાત પર એપ્રિલ મહિનાથી બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી લાદવાની તૈયારી કરી રહી છે. આ નિર્ણયથી સ્થાનિક હેન્ડસેટ ઉત્પાદકોનો ગૂંચવાડાનો અંત આવશે. બજેટમાં હેન્ડસેટ ઉત્પાદકો સ્પષ્ટતાની અપેક્ષા રાખતા હતા.
IPL 11 : Match 16 : KXIP vs SRH : પંજાબે હૈદરાબાદને 15 રને હરાવ્યું

IPL 11 : Match 16 : KXIP vs SRH : પંજાબે હૈદરાબાદને 15 રને હરાવ્યું

IPLની 11મી સિઝની 16મી મેચમાં પંજાબે હૈદરાબાદને 15 રન હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. પંજાબનો આ સીઝનમાં ત્રીજો વિજય છે, જ્યારે હૈદરાબાદને સતત ત્રણ વિજય બાદ પ્રથમ પરાજય મળ્યો છે. 194 રનના લક્ષ્ય સામે હૈદરાબાદ 20 ઓવરમાં 4 વિકેટે 178 રન નોંધાવી શક્યું હતું.
આ છે 87,000 રૂ.નું કેળુ, બિલ જોઈને મહિલાના હોંશ ઉડી ગયા

આ છે 87,000 રૂ.નું કેળુ, બિલ જોઈને મહિલાના હોંશ ઉડી ગયા

આ ઘટના છે બ્રિટનના નોટિંધમની કે જ્યાં બોબી ગોર્ડન નામની આ મહિલાને બ્રિટન સ્થિત સુપરમાર્કેટ ચેઈનથી ઓનલાઈન ખરીદી કરી હતી, આ ખરીદીનું બિલ 100 પાઉન્ડથી પણ ઓછું હતું, પરંતુ જ્યારે ઘરે ડિલવરી આવી ત્યારે તે વસ્તુ અને બિલ જોઈ મહિલાના હોંશ ઉડી ગયા હતા. બોબીને માત્ર એક કેળા માટે 930.11 પાઉન્ડ એટલે કે લગભગ 87,000 રૂપિયાનું બિસ પકડાવી દેવાયું હતુ.   
મહિલાઓ વિરુધ્ધ ગુનાઓમાં નેતાઓને ટિકિટ આપવામાં બીજેપી મોખરે

મહિલાઓ વિરુધ્ધ ગુનાઓમાં નેતાઓને ટિકિટ આપવામાં બીજેપી મોખરે

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ ગુરુવારે એક રિપોર્ટ જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે ભાજપ મહિલાઓ વિરૂધ્ધ ગુનાઓમાં અપરાધી નેતાઓને ટિકિટ આપવામાં મોખરે છે. જ્યારે ભાજપ ત્રીજા ક્રમે છે. ભાજપે છેલ્લાં પાંચ વર્ષોમાં 47 એવા નેતાઓને ટિકિટ આપીને વિધાનસભા અને લોકસભામાં મોકલવાનો પ્રયાસ કર્યો છે, જેમની સામે મહિલાઓ વિરુદ્ધ ગુના નોંધાયેલા છે.