Short News

યુવાને માઇક્રોસોફ્ટની જોબ છોડી શરૂ કરી પોતાની કંપની, આજે છે અબજોનો માલિક

યુવાને માઇક્રોસોફ્ટની જોબ છોડી શરૂ કરી પોતાની કંપની, આજે છે અબજોનો માલિક

ઓલા કેબના ફાઉંડર ભાવિશ અગ્રવાલ એક સમયે માઇક્રોસોફ્ટ કંપનીમાં ઊંચા પગારની નોકરી કરતા હતા. જો કે તેમણે નોકરી છોડીને ઓલા કંપની બનાવી હતી. આજે ભારતના અનેક શહેરોમાં હાજારો લોકોને રોજગાર આપે છે સાથે સાથે લાખો લોકોને તેના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવામાં મદદ કરે છે. 2010-11માં ઓલા કેબની શરુઆત કરી તે સમયે લોકોએ ભાવિશને જોબ ન છોડવા માટે કહ્યું તો કેટલાકે મજાક ઉડાવી હતી.
18 વર્ષ બાદ પણ અનિલ કપૂર અને માધુરીની એવરગ્રીન જોડી

18 વર્ષ બાદ પણ અનિલ કપૂર અને માધુરીની એવરગ્રીન જોડી

‘બેટા' ‘રામ-લખન' અને ‘તેજાબ' જેવી સુપરહિટ ફિલ્મો આપનાર માધુરી અને અનિલ કપૂર 18 વર્ષ બાદ ફરી વાર એક સાથે જોવા મળશે. ઈંદ્ર કુમારની ફિલ્મ ‘ટોટલ ધમાલ'માં બંને લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મની પ્રથમ તસ્વીર સામે આવી છે જેમાં માધુરી મરૂન કલરના ગાઉન અને અનિલ ગ્રીન રંગના સૂટમાં છે. ત્યારે બંનેની જોડી આજે પણ એટલી જ એવરગ્રીન લાગે છે.
જલ્દી કરો, ભારતીય સ્ટેટ બેંકમાં આવી વેકન્સી

જલ્દી કરો, ભારતીય સ્ટેટ બેંકમાં આવી વેકન્સી

ભારતીય સ્ટેટ બેન્કે પ્રોબેશનરી ઓફિસર્સના 2000 પદો માટે ભરતીની નોટિફિકેશન જાહેર કરી છે. આ માટે કોઈપણ માન્યતા પ્રાપ્તયૂનિવર્સિટીથી કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ અથવા ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં હોય તે અપ્લાઈ કરી શકે છે. ઉમેદવારની ઉંમર 01-04-2018ના રોજ 21થી ઓછી અને 30 વર્ષથી વધુ ના હોવી જોઈએ. વધુ જાણકારી મેળવવા વાંચો અહીં.
છોકરીઓની ચાલ પરથી મેળવો તેના સ્વાભાવની જાણકારી

છોકરીઓની ચાલ પરથી મેળવો તેના સ્વાભાવની જાણકારી

સમુદ્રશાસ્ત્ર અનુસાર કોઈપણ છોકરીની ચાલના આધારે તેના સ્વભાવની જાણકારી મળે છે જેમ કે, ઝડપથી ચાલતી છોકરી આત્મવિશ્વાસ ભરપૂર એનો સાહસિક હોય છે. નાના ડગલા ભરીને ચાલતી છોકરી શાંત, હસમુખી અને મળતાવડી હોય છે. જમીન પર પગ ઘસીને ચાલતી છોકરીઓ દુઃખી રહે છે તેમજ જલ્દી નિર્ણય નથી લઈ શકતી. ધીમે ચાલતી છોકરી શાંત અને સહજ હોય છે.