Short News

જિયો ફાઈબર 2018માં કરશે ડેટાનો ધડાકો

જિયો ફાઈબર 2018માં કરશે ડેટાનો ધડાકો

રિલાયન્સ જિયો 2018માં ફરી એક મોટો ઘડાકો કરી શકે છે. 2018ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જિયો ફાઇબર લોન્ચ થઇ શકે છે. ગ્રાહકોને ઓછી કિંમતે હાઈ સ્પીડ બ્રોડબેન્ડ સર્વિસ મળશે. જિયો ફાઈબર પ્રીવ્યુ ઓફર અંતર્ગત યુઝર્સને 3 મહિના માટે 100 જીબી ફ્રી ડેટા આફવામાં આવશે.
IPL 2018 : Match 25 : SRHvKXIP : હૈદરાબાદે પંજાબને 13 રને હરાવ્યું

IPL 2018 : Match 25 : SRHvKXIP : હૈદરાબાદે પંજાબને 13 રને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનની 25મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને મેજબાન સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં પંજાબ 13 રને હારી ગયું છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 132 રન બનાવી પંજાબને 133 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં પંજાબ 19.2 ઓવરમાં 119 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું.
IPL 2018 : Match 25 : SRHvKXIP : હૈદરાબાદે પંજાબને આપ્યો 133 રનનો ટાર્ગેટ

IPL 2018 : Match 25 : SRHvKXIP : હૈદરાબાદે પંજાબને આપ્યો 133 રનનો ટાર્ગેટ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનની 25મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેલી કિંગ્સ ઈલેવન પંજાબ અને મેજબાન સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ પંજાબે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 132 રન બનાવી પંજાબને 133 રનનો ટાર્ગેટ આપ્યો છે.
દેશ છોડીને જનારા દગાબાજોની સંપત્તિ જપ્ત કરાશે: રાજનાથ સિંહ

દેશ છોડીને જનારા દગાબાજોની સંપત્તિ જપ્ત કરાશે: રાજનાથ સિંહ

ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 23મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજનાથ સિંહે બેઠકમાં જણાવ્યું હતું કે 2019ની ચુંટણીમાં ગુડ ગવર્નન્સ અને ડેવલપમેનટને લઇને આગળ વધશે. આવનારા કેટલાક વર્ષમાં ભારત એક માત્ર દેશ હશે જેની જીડીપી ડબલ ડીજીટમાં હશે. કોઇ દેશ છોડીને ચાલી જાય છે તો તેની સંપત્તિ જપ્ત કરાશે.