Short News

હ્યુન્ડાઈ Kona કાર ચીનમાં Encinoના નામે થઈ લોન્ચ

હ્યુન્ડાઈ Kona કાર ચીનમાં Encinoના નામે થઈ લોન્ચ

સાઉથ કોરિયાની કાર નિર્માતા કંપની હ્યુન્ડાઈએ ચીનમાં પોતાની કોના કારને હ્યુન્ડાઈ એનસિનો (Encino)ના નામે લોન્ચ કરી દીધી છે. હ્યુન્ડાઈ એનસિનોમાં 1.6 લીટર T-GDi ટર્બોચાર્જ્ડ એન્જિન આપવામાં આવ્યુ છે. આ કારની શરૂઆતી કિંમત 1,29,900 યૂઆન એટલે કે આશરે 13,48,916 રાખવામાં આવી છે. તેમજ આ કારના ટોપ મોડેલની કિંમત 16,18,900 સુધી રાખવામાં આવી છે.
ભડકાઉ ભાષણ આપવામાં બીજેપીના નેતા મોખરેઃ એઆરડી

ભડકાઉ ભાષણ આપવામાં બીજેપીના નેતા મોખરેઃ એઆરડી

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક રિપોર્ટમાં જાણકારી મળી છે કે, દેશમાં 58 સાંસદો અને ધારાસભ્યોમાંથી ભાજપના 27, AIMIM અને ટીઆરએસના 6-6, ટીડીપી અને શિવસેનાના 3-3, ટીએમસી, કોંગ્રેસ અને જેડીયૂના 2-2, બીએસપી, ડીએમકે, પીએમકે અને સપાના એક-એક સાંસદો અને ધારાસભ્યો પર ભડકાઉ ભાષણ સંબંધીત કેસ નોંધાયેલા છે.
બળાત્કારી પિતા બાદ પુત્ર નારાયણ સાંઈને આજે કોર્ટમાં રજૂ કરાશે

બળાત્કારી પિતા બાદ પુત્ર નારાયણ સાંઈને આજે કોર્ટમાં રજૂ કરાશે

બળાત્કાર કેસમાં આસારામને આજીવન કેદ બાદ આજે 26 એપ્રિલે નારાયણ સાંઈને સુરત કોર્ટમાં રજૂ કરાશે નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં આશરે 4 વર્ષથી બંધ છે. સુરતની બે બહેનોમાંથી નાની બહેને નારાયણ સાંઈ વિરૂધ્ધ બળત્કારનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આસારામને મળેલી સજા બાદ આ બંને બહેનોને પણ ન્યાય મળવાની આશા બંધાય છે.
ઉનાકાંડઃ પીડિતોને ધર્મ પરિવર્તનને લઈ મળી ધમકી, હુમલાનો કરાયો પ્રયાસ

ઉનાકાંડઃ પીડિતોને ધર્મ પરિવર્તનને લઈ મળી ધમકી, હુમલાનો કરાયો પ્રયાસ

ઉનાકાંડના પીડિતોને ફરી વાર ધમકી તેમજ તેના પર હુમલો કરવાના પ્રયોસો થયા છે. માહિતી મળી છે કે, ઉનાકાંડના પીડિતો બૌદ્ધ ધર્મ અંગિકાર કરવા જઈ રહ્યાં છે અને તેને લઈને 29 એપ્રિલે ધર્મ પરિવર્તન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે તેઓને ધર્મપરિવર્તન ન કરવા ધમકીઓ મળી રહી છે. તેમજ હુમલાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.જેને લઈ દલિતો પોલીસ સ્ટેશને ભેગા થયા હતા.