Short News

થોડા મહિના પછી રૂપિયા ચુકવી ઈલેક્ટ્રિક ઉપકરણ ખરીદો

થોડા મહિના પછી રૂપિયા ચુકવી ઈલેક્ટ્રિક ઉપકરણ ખરીદો

છેલ્લા કેટલાક મહિનાઓથી ઈલેક્ટ્રિક ઉપકરણના વેંચાણમાં આવેલા ઘટાડાને લીધે કંપનીઓએ લીધો નિર્ણય. સ્માર્ટ ફોન, ટીવી, ફ્રીઝ વગેરેના વેચાણમાં મંદી આવતા કંપનીઓ હવે ગ્રાહકો માટે હમણા ખરીદો, પૈસા પછી આપજો જેવી આકર્ષક સ્કીમો લઈને આવી રહી છે. ગ્રાહક ચીજ ખરીદ્યાના થોડા મહિના પછી પણ પૈસા ચૂકવવાનું ચાલુ કરી શકશે.
IPL 2018 : Match 23 : MIvSRH : હૈદરાબાદે મુંબઇને 31 રને હરાવ્યું

IPL 2018 : Match 23 : MIvSRH : હૈદરાબાદે મુંબઇને 31 રને હરાવ્યું

IPL11ની 23મી મેચ આજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં 3 વારની IPL ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને સન રાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની રમતમાં હૈદરાબાદે મુંબઇને 31 રને હરાવ્યું છે. મુંબઇએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદ 18.4 ઓવરમાં 118 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. 119 રનનો પીછો કરતા મુંબઇ 18.5 ઓવરમાં માત્ર 87 રને ઓલઆઉટ થઇ ગઇ હતી.
ગુજરાત સરકાર માલધારી વસાહત વસાવવા જમીન ફાળવશે

ગુજરાત સરકાર માલધારી વસાહત વસાવવા જમીન ફાળવશે

ગુજરતાના 8 મહાનગરોમાં વરસોથી પોતાના ઢોર-ઢાંખર પશુઓ સાથે વસવાટ કરતા માલધારી સમાજના લોકો માટે મહાનગરથી ૧પ-ર૦ કિ.મી. દૂર માલધારી વસાહતોના નિર્માણ માટે મહાપાલિકાઓને રાજ્ય સરકાર ટોકન દરે જમીન ફાળવશે એમ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું હતું. આવી માલધારી વસાહતો બનાવવા માટે રાજ્ય સરકારે બજેટમાં નાણાં જોગવાઇ કરી છે.
IPL 2018 : Match 23 : MIvSRH : હૈદરાબાદે મુંબઇને આપ્યો 119 રનનો ટાર્ગેટ

IPL 2018 : Match 23 : MIvSRH : હૈદરાબાદે મુંબઇને આપ્યો 119 રનનો ટાર્ગેટ

IPL11ની 23મી મેચ આજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં 3 વારની IPL ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને સન રાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ રહી છે. મુંબઇએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઇની ધારદાર બોલિંગ સામે હૈદરાબાદ 18.4 ઓવરમાં 118 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. મુંબઇ અત્યાર સુધીમાં રમેલી 5માંથી એક જ મેચ જીતી ચૂક્યું છે.