Short News

પ્રજા પર વધુ એક બોજ, લક્ઝરી આઈટમો થશે મોંઘી

પ્રજા પર વધુ એક બોજ, લક્ઝરી આઈટમો થશે મોંઘી

એક બાજુ જીવન જરૂરિયાની વસ્તુઓ મોંઘી થતા લોકો મોંઘવારીનો બોજ ઉઠાવી રહ્યા છે. ત્યાં જ કેન્દ્ર સરકારે લકઝરી આઇટમો વધુ મોંઘી કરવા નિર્ણય કર્યો છે. હાલ આ આઈટમ્સ પર 28 ટકા જીએસટી લાગે છે ત્યારે હવે સરકારે લકઝરી આઇટમ્સ પર એક ટકા કૃષિ સેસ લગાવવાની મંજૂરી આપી દીધી છે. જેથી એર કન્ડિશનર, વોશિંગ મશીન, ફ્રીઝ, કાર, વિમાનો જેવી પ્રોડક્ટસ મોંઘી થશે.
અમરેલીઃ લગ્ઝરી બસ ફસાઈ પૂરમાં, માનવસાંકળ દ્વારા મુસાફરોને બચાવાયા

અમરેલીઃ લગ્ઝરી બસ ફસાઈ પૂરમાં, માનવસાંકળ દ્વારા મુસાફરોને બચાવાયા

અમરેલી જિલ્લામાં પડી રહેલા મુશળધાર વરસાદને લીધે સમગ્ર જિલ્લો જળબંબાકાર થઈ ગયો છે. ત્યારે જાફરાબાદના બાબરિયાધારમાંથી પસાર થતી નવલખા નદીમાં આજે સુરતથી આવતી લગ્ઝરી બસ પૂરમાં ફસાઈ ગઈ હતી. બસમાં 35 મુસાફરો સવાર હતા. જો કે આ તમામ મુસાફરોને ગામના લોકોએ માનવસાંકળ રચી બસમાંથી બહાર કાઢી બચાવી લીધા હતા.
ધર્મ અને મંદિરો નહિ કરે નોકરી પેદાઃ સામ પિત્રોડા

ધર્મ અને મંદિરો નહિ કરે નોકરી પેદાઃ સામ પિત્રોડા

ધર્મ અને મંદિરોની વિશેની ચર્ચામાં ટેકનોક્રેટ સામ પિત્રોડાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યુ હતુ કે, આ દેશના યુવાનોને રાજકારણીઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓએ કહ્યુ કે આપણા દેશમાં નકામાં વિષયો પર વિશેષ ચર્ચા થાય છે. હું દેશમાં ધર્મ, ભગવાન, જ્ઞાતિ વિશેની ચર્ચા હું સાંભળુ છુ ત્યારે મને ચિંતા થાય છે. મંદિરો રોજગારી નહિં આપે. આપણે વિજ્ઞાનનો જ સહારો લેવો પડશે.
એમેઝોન પ્રાઈમ ડે સેલઃ આ સ્માર્ટફોન પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ

એમેઝોન પ્રાઈમ ડે સેલઃ આ સ્માર્ટફોન પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ

16 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થનાર એમેઝોન પ્રાઈમ ડે નિમિતે વિવિધ પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. જેમાં સેમસંગ ગેલેક્સી નોટ 8 પર 18 ટકા ડિસ્કાઉન્ટ, વીવો V9 પર 6000 રૂપિયા ડિસ્કાઉન્ટ, Vivo V7 Plus પર 5000 રૂપિયા ડિસ્કાઉન્ટ તેમજ ઓપોના 2 અન્ય સ્માર્ટફોન F5 પર 3000 રુપિયા અને F7 પર 1000 રુપિયાની ઓફર સાથે મળી રહ્યા છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more