Short News

મે 17, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

મે 17, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

આજે મે 17, 2018ના રોજ ગુજરાતના અમદાવાદ અને સુરતમાં 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 320ના ઘટાડા સાથે રૂપિયા 30,540 રહ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 130 ઘટીને રૂપિયા 32,860 રહ્યો છે. આ ઉપરાંત 100 ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા 30 વધીને રૂપિયા 4,300 થયો છે. સોના અને ચાંદીના દૈનિક લેટેસ્ટ ભાવ જાણવા માટે જોતા રહો આ જગ્યા.
ટી20 2018: ફાઈનમાં છઠ્ઠી વાર સર્જાશે અનોખો સંયોગ

ટી20 2018: ફાઈનમાં છઠ્ઠી વાર સર્જાશે અનોખો સંયોગ

કોલકાતાને કચડી હૈદરાબાદે રીતસર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે રવિવારે હૈદરાબાદ અને ચેન્નાઈ વચ્ચે ફાઈનલ મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે. આઈપીએલના ઈતિહાસમાં આ છઠ્ઠો એવો મોકો છે જ્યારે ટુર્નામેન્ટનો ફાઇનલ મુકબાલો પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહેલી બે ટીમો વચ્ચે રમાશે. પોઇન્ટ ટેબલમાં ટોપ બે ટીમો ફાઇનલમાં પણ રમી હોય તેવો સંયોગ 2011માં જોવા મળ્યો હતો.
'એસટી હમારી મોતની સવારી', 2 વર્ષમાં 671 અકસ્માત

'એસટી હમારી મોતની સવારી', 2 વર્ષમાં 671 અકસ્માત

એસટી બસની સલામતી અસલામતી બની રહી છે. ત્યારે કહેવાનું મન થાય કે અસલામત સવારી એસટી હમારી, વર્ષ 2016થી લઈ અત્યાર સુધીમાં એસટી બસને કુલ 671 ગંભીર અકસ્માત નડ્યા છે. જેને લઈ એસટી નિગમના એમડીએ પણ ડ્રાઈવરોને ઉદેશીને પત્ર લખ્યો છે કે, પ્રવાસીઓની સલામતી ખાતર ડ્રાઈવરે ચાલુ બસે ફોનમાં વાત ન કરવી. 65 કિલોમીટરની પ્રતિકલાકથી વધુ ઝડપે બસના ચલાવવી.
CBSE ધોરણ-12માં ટોપ કરનાર મેઘનાએ જણાવ્યું પોતાની સફળતાનું રહસ્ચ

CBSE ધોરણ-12માં ટોપ કરનાર મેઘનાએ જણાવ્યું પોતાની સફળતાનું રહસ્ચ

સીબીએસઈ ધોરણ-12માં 500માંથી 499 માર્ક મેળવનાર ટોપર મેઘના શ્રીવાસ્તવ પોતાનું સફળતાનું શ્રેય પોતાની મહેનત અને સ્કૂલ તેમજ પેરેન્ટસથી મળેલા સપોર્ટને આપ્યો છે. તેણી સાઈકોલોજી વિષય સાથે યુનિવર્સિટી ઓફ કોલંબિયાથી આગળનો અભ્યાસ કરવા માંગે છે. તેણીએ વધુમાં જણાવ્યુ કે તે ભવિષ્યમાં કોમ્યુનિટી સર્વિસ ક્ષેત્રમાં કામ કરવા માંગે છે. તે કોમ્યુનિટી સર્વિસ પણ કરી છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more