Short News

આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલના ભાવમાં ઘટાડાને પગલે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો

આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલના ભાવમાં ઘટાડાને પગલે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો

આંતરરાષ્ટ્રીય બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ આજે બેરલ દીઠ ૬૨.૫૯ ડોલરનો ઘટાડો થતા દિલ્હીમાં પેટ્રોલ અને ડિઝલના લિટર દીઠ ભાવ ઘટાડી અનુક્રમે રૂ.૭૨.૯૪ અને રૂ.૬૩.૫૦ કરવામાં આવ્યા હતા. સતત છઠ્ઠા દિવસે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ ક્રૂડ તેલના ભાવ સાથે સીધા સંકળાયેલા ન હોવા છતાં તેના ભાવ નિર્ધારિત કરવામાં બીજા ઘણા પરિબળોની ભૂમિકા છે.
પાકિસ્તાનના પૂ્ર્વ ક્રિકેટર ઈમરાન ખાને કર્યા ત્રીજા લગ્ન

પાકિસ્તાનના પૂ્ર્વ ક્રિકેટર ઈમરાન ખાને કર્યા ત્રીજા લગ્ન

પાકિસ્તાન તહરિકે ઈન્સાફના પ્રમુખ અને પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાને ત્રીજા લગ્ન કરી લીધા છે, ઈમરાન ખાને બુશરા માનિકાની સાથે ત્રીજા લગ્ન કર્યાની માહિતી તેની પાર્ટીએ આપી હતી. તેની ત્રીજી પત્ની ઈસ્લામાબાદમાં વરિષ્ઠ કસ્ટમ અધિકારી છે. તેની પહેલી પત્નીનું નામ જેમિમા ગોલ્ડસ્મિથ હતુ, તેમજ તેની બીજી પત્ની નામ રેહમાન ખાન છે જો કે તેના બંને સાથે તલાક થઈ ચુક્યા છે.
4 કરોડ યુવાનોએ PM મોદી સરકાર પાસે માંગી નોકરી

4 કરોડ યુવાનોએ PM મોદી સરકાર પાસે માંગી નોકરી

મોદી સરકારે અત્યાર સુધી દેશના 4 કરોડ યુવાનોએ મોદી સરકાર સાથે પ્રત્યક્ષરીતે નોકરી માંગી છે. સરકારે 2 ટકા એટલેકે 8 લાખ યુવાનોને નોકરી આપી છે. 4 કરોડ યુવાનોએ કેન્દ્ર સરકારના જૉબ પોર્ટલ નેશનલ કેરિયર સર્વિસ પર નોંધણી કરાવી જોબ માંગી હતી.
ગુજરાતમાં 75 ન.પા. ચૂંટણીના પરિણામોમાં 68માં BJP આગળ

ગુજરાતમાં 75 ન.પા. ચૂંટણીના પરિણામોમાં 68માં BJP આગળ

આજે ગુજરાતની 75 નગરપાલિકાઓ માટે થયેલી ચૂંટણીની મતગણતરીના પરિણામોમાં અત્યાર સુધી થયેલી ગણતરીમાં ભાજપ 30 જ્યારે કોંગ્રેસ 24 નગરપાલિકાઓ પર કબજો જમાવી ચૂક્યા છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સારી એવી ટક્કર જોવા મળી રહી છે. 75માંથી 68 નગરપાલિકાઓમાં ભાજપ આગળ છે.