Short News

ટૂંક સમયમાં ગમે ત્યારે બંધ કરી શકાશે PPF એકાઉન્ટ

ટૂંક સમયમાં ગમે ત્યારે બંધ કરી શકાશે PPF એકાઉન્ટ

કેન્દ્ર સરકાર પીપીએફ અને પોસ્ટ ઓફિસ સહિત સ્મોલ સેવિંગ સ્કીમમાં ફેરફાર કરશે. કેન્દ્રએ પ્રપોઝ્ડ ગવર્નમેન્ટ સેવિંગ પ્રમોશન એક્ટ અંતર્ગત પબ્લિક પ્રોવિડેંટ ફંડ એક્ટ અને ગવર્નમેંટ સેવિંગ સર્ટિફિકેટ એક્ટનું જોડાણ કરી દીધું છે. જેના પગલે ટૂક સમયમાં PPF એકાઉન્ટ ગમે ત્યારં બંધ કરાવી શકવાની સુવિધા મળશે.
પ્રિયા પ્રકાશનું દિલ કોહલી નહીં ધોની માટે ધડકે છે

પ્રિયા પ્રકાશનું દિલ કોહલી નહીં ધોની માટે ધડકે છે

નવી સેલિબ્રિટી પ્રિયા પ્રકાશ વારિયરને જોઇને અનેકના દિલ ધડકે છે. જો કે પ્રિયાનું દિલ એક ભારતીય ક્રિકેટર માટે ધડકે છે. આ ક્રિકેટ વિરાટ કોહલી કે હાર્દિક પંડ્યા નથી પણ મહેન્દ્ર સિંહ ધોની છે. ઇન્ડિયા ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રિયાએ આ વાત જણાવી હતી.
BSNLની ધાંસુ ઓફર: માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ ડેટા

BSNLની ધાંસુ ઓફર: માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ ડેટા

બીએસએનએલ પોતાના યુઝર્સને એક રૂપિયામાં અનલિમિટેડ ડેટા આપશે. સ્માર્ટફોન અને ટેબલેટ નિર્માતા કંપની ડેટાવિન્ડ સાથે મળીને બીએસએનએલ યુઝર્સને આ ઓફર આપશે. ફેબ્રુઆરી અંત કે માર્ચમાં આ ઓફર ઉપલબ્ધ બનશે. આ સુવિધા માટે ડેટાવિન્ડની પેંટેન્ટ એપ ‘મેરાનેટ'નો ઉપયોગ કરાશે. એપ એન્ડ્રોઈડ-જાવા બેઝ્ડ ફોન પર કામ કરશે.
135 કરોડના ખર્ચે નવનિર્મિત ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ

135 કરોડના ખર્ચે નવનિર્મિત ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ

ગાંધીનગર ખાતે આશરે ૧૩૫ કરોડના ખર્ચે નવનિર્મિત ગુજરાત વિધાનસભા ભવનનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાત વિધાનસભાના પટાંગણમાં શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞનું આયોજન કરાયું હતું. આ વેળાએ રાજ્યપાલશ્રીએ પૂજન-અર્ચનમાં ભાગ લઇ ભવનનું લોકાર્પણ કર્યું હતું.