Short News

ડિસઈન્વેસ્ટમેન્ટ પહેલાં PSUsનું ડિલિસ્ટિંગ શક્ય

ડિસઈન્વેસ્ટમેન્ટ પહેલાં PSUsનું ડિલિસ્ટિંગ શક્ય

ભારત સરકાર 3-4 PSUsની ડિલિસ્ટિંગ કરવા વિચારી રહી છે. કેટલીક કંપનીઓના શેરમાં ટ્રેડિંગ થતું નહીં હોવાને કારણે તેમાં નિર્ધારિત જરૂરિયાત મુજબ સરકારનો હિસ્સો ઘટાડી 75 ટકા કરવાનું મુશ્કેલ બનશે. સરકાર વ્યૂહાત્મક વેચાણ વખતે ઊંચો ભાવ મેળવવા અમુક ખોટ કરતી જાહેર ક્ષેત્રની કંપનીઓને ડિલિસ્ટ કરશે.
વરુણ ધવન હવે 'રણભૂમિ'માં જોવા મળશે

વરુણ ધવન હવે 'રણભૂમિ'માં જોવા મળશે

'સ્ટુડન્ટ આફ ધ યર'ની પોતાની કરિયરની શરૂઆત કરનાર વરુણ ધવન શશાંક ખેતાનની ફિલ્મ રણભૂમિમાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 'રણભૂમિ' માટે કરણ જોહર, વરુણ ધવન અને શશાંક ખેતાન ત્રીજીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ 2020 સુધીમાં રિલીઝ થઈ શકે છે, હાલ વરુણ ધવન સુજીત સરકારની ફિલ્મ 'અક્ટૂબર' અને યશરાજ બેનરની 'સુઈ ધાગા'ના શૂટિંગમાં વ્યસ્ત છે.
પાકિસ્તાને ભારતને મોકલ્યું 2.86 લાખ રૂપિયાનું બિલ, જાણો કારણ

પાકિસ્તાને ભારતને મોકલ્યું 2.86 લાખ રૂપિયાનું બિલ, જાણો કારણ

પાકિસ્તાને ભારતને 2.86 લાખ રૂપિયાનું બિલ મોકલ્યું છે. આ બિલ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા ઉપયોગ કરવામાં આવેલા ભારતીય વાયુસેના વિમાનના રુટ નેવિગેશન ચાર્જ રૂપે મોકલવામાં આવ્યું છે. ઘણી વખત પીએમ મોદીનું વિમાન પાકિસ્તાનમાંથી પણ પસાર થયું છે. જેના કારણે પાકિસ્તાને રુટ નેવિગેશન ચાર્જ રૂપે બિલ મોકલ્યું છે.

સંબંધ બનાવવાની ના કહેતા બોયફ્રેન્ડે હત્યા કરી નાખી

સંબંધ બનાવવાની ના કહેતા બોયફ્રેન્ડે હત્યા કરી નાખી

મુંબઈના નાલાસોપારામાં એક યુવકે તેની 20 વર્ષીય પ્રેમિકાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે, માહિતી મુજબ નાલાસોપારામાં મળવા બોલાવી યુવકે તેની યુવતી પાસે સંબંધ બાંધવાની માંગ કરતા યુવતીએ ઈન્કાર કર્યો હતો. જેના લીધે યુવકે ઉશ્કેરાયો હતો અને પોતાના બુટની દોરી કાઢીને પોતાની ગર્લફ્રેન્ડના ગળામાં કસી હત્યા કરી દીધી હતી.