Short News

RBI ઓગસ્ટ મહિનામાં કરી શકે છે વ્યાજદરમાં ઘટાડો

RBI ઓગસ્ટ મહિનામાં કરી શકે છે વ્યાજદરમાં ઘટાડો

વૈશ્વિક ફાઇનાન્સિઅલ ર્સિવસિસ ક્ષેત્રે અગ્રણી બેંક ઓફ અમેરિકા મેરિલ લિન્ચે (બીઓએફએએમએલ) જણાવ્યું હતું કે ફુગાવો ઘટી રહ્યો છે અને જો ચોમાસુ સામાન્ય રહેશે તો ઓગસ્ટમાં રિઝર્વ બેંક વ્યાજ દરમાં ૨૫ બીપીએસનો ઘટાડો કરી શકે છે.લા નીનાનું પરિબળ નૈઋત્યના ચોમાસાને બળ પૂરું પાડે છે. અહેવાલમાં વધુમાં જણાવાયું હતું કે ૨૦૧૮ના બજેટમાં લઘુતમ ટેકાના ભાવ વધારવામાં આવ્યા છે.
નીરવ મોદી, મોહુલ ચોક્સીની 126 બનાવટી કંપનીઓ જાહેર

નીરવ મોદી, મોહુલ ચોક્સીની 126 બનાવટી કંપનીઓ જાહેર

PNB કૌભાંડમાં ઇડીએ નીરવ મોદી અને મેહુલ ચોક્સીના 17 ઠેકાણાઓ પર દરોડા પાડી તપાસ આગળ વધારી છે. આ તપાસમાં બહાર આવ્યું છે કે નિરવ મોદી અને મેહુલ ચોકસીની 126 કથીત કંપનીઓ બનાવટી છે. જેમાથી 78 કંપનીઓ નિરવ મોદી નામે છે. બાકીની 48 કંપની મેહુલ ચોકસીની છે.
તૈમૂર નહીં, ટ્રુડોનો પુત્ર છે ઇન્ટરનેટ સેન્સેશન

તૈમૂર નહીં, ટ્રુડોનો પુત્ર છે ઇન્ટરનેટ સેન્સેશન

જસ્ટિન ટ્રુડો પોતાના 'કૂલ' અંદાજ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, પરંતુ ભારત આવ્યા ત્યારે બધાની નજર પીએમ જસ્ટિન ટ્રુડોના નાના પુત્ર હેડ્રી પર હતી, હેડ્રીની ક્યૂટનેસના લીધે મોટાભાગે ઇન્ટરનેટ પર ચર્ચામાં રહેનાર કરીના અને સૈફના પુત્ર તૈમૂરને પાછળ છોડી દીધો છે. કોણ વધુ ક્યૂટ છે?
ચૂંટણી : બનાસકાંઠામાં 57 ટકા, ખેડામાં 47 ટકા મતદાન

ચૂંટણી : બનાસકાંઠામાં 57 ટકા, ખેડામાં 47 ટકા મતદાન

ગુજરાતના બે જિલ્લા અને 17 તાલુકા પંચાયતનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 66 માંથી 65 બેઠકો પર મતદાન થયું. બનાસકાંઠા જિલ્લામાં 57.56 ટકા મતદાન નોંધાયું છે. ખનઢોર ઊંબરી અને હડાદનું મતદાન રદ કરાયું હતું. ખેડાની 44 પંચાયતમાં 46 ટકા મતદાન નોંધાયું છે.