Short News

RBI બેડ લોનના નિયમો હળવા કરશે

RBI બેડ લોનના નિયમો હળવા કરશે

રિઝર્વ બેન્ક ફેબ્રુઆરીમાં જાહેર કરેલા બેડ લોન માટેના આકરા નિયમો થોડા હળવા કરે તેવી શક્યતા છે. નાણા સચિવે ખાસ કરીને નાના અને મધ્યમ એકમો (SMEs) માટે નિયમ હળવા કરવાની તરફેણ કરી હતી. કડક નિયમોને લીધે ડિફોલ્ટર્સને ઝડપી બેન્કરપ્સીની ફરજ પડે તેવી શક્યતા છે, જે રોજગારી સર્જનમાં ઘટાડો કરશે. NPA વર્ગીકરણનો એક દિવસનો નિયમ વધારી 30 દિવસ કરવામાં આવે તેવી શક્યતા છે.
170 વર્ષથી વીરાન છે આ શાપિત ગામ, આત્માઓનો છે પ્રભાવ

170 વર્ષથી વીરાન છે આ શાપિત ગામ, આત્માઓનો છે પ્રભાવ

ભારતમાં કેટલીય એવી જગ્યાઓ છે જેની સાથે કોઈ કહાની ના જોડાઈ હોય. આજે અમે તમને રાજસ્થાનના એક એવા ગામ વિશે જણાવીશુ જે 170 વર્ષોથી ખાલી પડ્યુ છે. કુલધરા ગામના હજારો લોક એક રાતમાં આ ગામને ખાલી કરી જતા રહ્યા હતા. ગામલોકોના મતે અહીં દરેક પળે એવો અનુભવ થાય છે જાણે કોઈ આપણી આસપાસ ચાલી રહ્યુ હોય, બજારમાં બંગડી અને પાયલનો અવાજ આવે છે.
પતિએ કરી સેક્સની માંગ, તો પત્નીએ કાપી નાખ્યું ગુપ્તાંગ

પતિએ કરી સેક્સની માંગ, તો પત્નીએ કાપી નાખ્યું ગુપ્તાંગ

રશિયામાં વાસિલ્યેવો ગામમાં એક હેરાન કરનાર ઘટના સામે આવી છે. જેમાં 47 વર્ષીય લીરા પ્લેક્સિનાએ કહ્યું કે, તેના ભૂતપૂર્વ પતિએ દારૂ પીને તેની પર હુમલો કર્યો હતો. અને સેક્સની માંગણી કરી હતી જેના સ્વબચાવમાં તેણે ચપ્પુ વડે પતિનું ગુપ્તાંગ જ કાપી નાખ્યું હતુ. જો કે લીરાને આ કેસમાં ચાર વર્ષની કેદ થઈ છે. હદ તો ત્યારે થઈ જ્યારે તેણીએ એક પોલીસને ફ્લાઈંગ કિસ આપી.
ટી20 લીગઃ KOL vs PUN: કોલકતાએ પંજાબને આપ્યો 192 રનનો લક્ષાંક

ટી20 લીગઃ KOL vs PUN: કોલકતાએ પંજાબને આપ્યો 192 રનનો લક્ષાંક

ટી20 લીગ સિરીઝની 18મી મેચ આજે કલકતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન રમાઈ રહી છે ત્યારે કોલકતાએ પંજાબને 192 રનનો લક્ષ્યાંક આપ્યો છે. કોલકતા તરફથી ક્રિસ લાયને 74, દિનેશ કાર્તિકે 43 અને ઉથ્થપાએ 34 રના બનાવી ટીમને ટોપ સ્કોર પર પહોંચાડી હતી. કોલકતાએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 191 રન બનાવ્યા છે.