Short News

સ્ટેન્ટમાં ભાવમાં ઘટાડો થતા હૃદયની સારવાર થઈ સસ્તી

સ્ટેન્ટમાં ભાવમાં ઘટાડો થતા હૃદયની સારવાર થઈ સસ્તી

મોંઘા ઈલાજને લઈ જે દર્દી પોતાની સારવાર નહોતો કરાવી શકતો એના માટે સારા સમાચાર છે, કેમ કે મેડિકલ ઈક્વીપમેન્ટની કિંમતમાં નક્કી કરનાર સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝિંગ ઓથોરિટીએ હાર્ટ ઓપરેશનમાં ઉપયોગ થતા સ્ટેન્ટમાં કિંમતમાં ફરી ઘટાડો કરવામાં આવ્યો છે, આ ઘટાડા પછી સ્ટેન્ટની કીમત હવે રુપિયા 28,000ની નીચે આવી ગઈ છે. જેથી હૃદયની સારવાર થઈ સસ્તી થઈ છે.
બજાજ એવેન્જર 150નું વેચાણ થશે બંધ

બજાજ એવેન્જર 150નું વેચાણ થશે બંધ

બજાજ ઓટો જલદી ભારતીય માર્કેટમાં પોતાની મોટરસાઈકલ અવેન્જર 150નું વેચાણ બંધ કરી નવી એવેન્જર સ્ટ્રીટ 180 લોન્ચ કરવા જઈ રહ્યું છે. બજાજ 180નો લૂક સામે આવ્યો છે. બેંગલુરૂંમાં તેની કિંમત 83,987 રૂપિયા હશે. એવેન્જર 150ની તુલનામાં મોંઘી છે. એવેન્જર 180માં 178.6ccનું સિંગલ સિલિન્ડર એન્જિન છે.
પ્રિયા પ્રકાશનું દિલ કોહલી નહીં ધોની માટે ધડકે છે

પ્રિયા પ્રકાશનું દિલ કોહલી નહીં ધોની માટે ધડકે છે

નવી સેલિબ્રિટી પ્રિયા પ્રકાશ વારિયરને જોઇને અનેકના દિલ ધડકે છે. જો કે પ્રિયાનું દિલ એક ભારતીય ક્રિકેટર માટે ધડકે છે. આ ક્રિકેટ વિરાટ કોહલી કે હાર્દિક પંડ્યા નથી પણ મહેન્દ્ર સિંહ ધોની છે. ઇન્ડિયા ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રિયાએ આ વાત જણાવી હતી.
BSNLની ધાંસુ ઓફર: માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ ડેટા

BSNLની ધાંસુ ઓફર: માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ ડેટા

બીએસએનએલ પોતાના યુઝર્સને એક રૂપિયામાં અનલિમિટેડ ડેટા આપશે. સ્માર્ટફોન અને ટેબલેટ નિર્માતા કંપની ડેટાવિન્ડ સાથે મળીને બીએસએનએલ યુઝર્સને આ ઓફર આપશે. ફેબ્રુઆરી અંત કે માર્ચમાં આ ઓફર ઉપલબ્ધ બનશે. આ સુવિધા માટે ડેટાવિન્ડની પેંટેન્ટ એપ ‘મેરાનેટ'નો ઉપયોગ કરાશે. એપ એન્ડ્રોઈડ-જાવા બેઝ્ડ ફોન પર કામ કરશે.