Short News

સેન્સેક્સ 112 અંક વધીને, નિફ્ટી 10525ની ઊપર બંધ

સેન્સેક્સ 112 અંક વધીને, નિફ્ટી 10525ની ઊપર બંધ

નબળી શરૂઆતની બાદ આજે ઘરેલૂ બજારોમાં નિચલા સ્તરોથી સારી રિકવરી જોવાને મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.25 ટકાથી વધારે વધીને બંધ થયા છે. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ સારી રિક્વરી જોવાને મળી છે. સેન્સેક્સ 112.78 અંક એટલે કે 0.3 ટકાની તેજીની સાથે 34305.43 ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી 47.75 અંક એટલે કે 0.5 ટકાના ઉછાળાની સાથે 10528.35 ના સ્તર પર બંધ થયો છે.
ફોર્ડ મસ્ટેન્ગ બની દુનિયાની સૌથી વધુ વેંચાતી સ્પોર્ટસ કૂપે

ફોર્ડ મસ્ટેન્ગ બની દુનિયાની સૌથી વધુ વેંચાતી સ્પોર્ટસ કૂપે

તાજેતરમાં જાહેર થયેલા IHS માર્કેટ ડેટા અનુસાર સતત 3 વર્ષોથી ફોર્ડ મસ્ટેન્ગ સૌથી વધુ વેચાનાર કારોમાં સ્પોર્ટસ કૂપે કાર પ્રથમ ક્રમાંકે છે. વર્ષ 2017માં ફોર્ડે 146 દેશોમાં મસ્ટેન્ગની 125,809 યુનિટ્સનું વેચાણ કર્યુ છે. તેમાંથી અમેરિકામાં 81,866 યુનિટ્સ રજિસ્ટર્ડ થઈ છે. જ્યારે યુરોપમાં 13,100 યુનિટ્સનું વેચાણ કર્યુ છે જે પોર્શ 911થી પણ વધુ છે.
સીબીએસસીની પહેલી ટર્મમાં લાગુ નહિ થાય ગુજરાતી ભાષાઃ શિક્ષણ વિભાગ

સીબીએસસીની પહેલી ટર્મમાં લાગુ નહિ થાય ગુજરાતી ભાષાઃ શિક્ષણ વિભાગ

ગુજરાતી ભાષા નામશેષ થતી બચાવવા તેને તમામ માધ્યમોના અભ્યાસોમાં ફરિજિયાત લાગુ કરવાની જાહેરાત કરાયા બાદ , CBSEનું આગામી સત્ર શરૂ થઈ ગયુ હોય ત્યારે શાળા સંચાલિતોને પૂરતો સમય મળી રહે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તેમને પ્રથમ સત્રમાં ગુજરાતી ભાષા લાગૂ કરવામાં નહિં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી શાળમાં શિક્ષકોની નિયુક્ત માચે યોગ્ય સમય મળી રહે.
પુત્રના નામ પર કલંકઃ પાટણાં પુત્રે ગુજાર્યો માતા પર બળાત્કાર

પુત્રના નામ પર કલંકઃ પાટણાં પુત્રે ગુજાર્યો માતા પર બળાત્કાર

પાટણાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. આ ઘટના વિશે જાણ્યા બાદ તમને કળિયુગ વિશે કોઈ શંકા નહિ રહે. પાટણના વાડિયાવાસમાં 22 વર્ષીય સગા પુત્રએ માતા ઉપર બળાકત્કાર ગુજાર્યો છે. માનસિક રીતે વિકૃત પુત્રે રાત્રે નિંદ્રાધીન માતા પર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે પોલીસે આરોપી કપૂતને પકડી પાડ્યો છે ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.