Short News

સેન્સેક્સ-નિફ્ટીમાં 0.25 ટકા ઘટાડા સાથે ખુલ્યા

સેન્સેક્સ-નિફ્ટીમાં 0.25 ટકા ઘટાડા સાથે ખુલ્યા

આજે વૈશ્વિક રાહે સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા છે. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ વેચવાલી દેખાય રહી છે. સેન્સેક્સ 90 અંક એટલે કે 0.25 ટકા ઘટાડાની સાથે 34104ના સ્તરે અને નિફ્ટી 23 અંક એટલે કે 0.25 ટકા ઘટીને 10458ના સ્તરે કારોબાર કરી રહ્યા છે. આઇટી, ઓટો, બેંકિંગ શેર્સમાં પણ ગાબડાં જોવા મળ્યા છે.
18 વર્ષ બાદ પણ અનિલ કપૂર અને માધુરીની એવરગ્રીન જોડી

18 વર્ષ બાદ પણ અનિલ કપૂર અને માધુરીની એવરગ્રીન જોડી

‘બેટા' ‘રામ-લખન' અને ‘તેજાબ' જેવી સુપરહિટ ફિલ્મો આપનાર માધુરી અને અનિલ કપૂર 18 વર્ષ બાદ ફરી વાર એક સાથે જોવા મળશે. ઈંદ્ર કુમારની ફિલ્મ ‘ટોટલ ધમાલ'માં બંને લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મની પ્રથમ તસ્વીર સામે આવી છે જેમાં માધુરી મરૂન કલરના ગાઉન અને અનિલ ગ્રીન રંગના સૂટમાં છે. ત્યારે બંનેની જોડી આજે પણ એટલી જ એવરગ્રીન લાગે છે.
જલ્દી કરો, ભારતીય સ્ટેટ બેંકમાં આવી વેકન્સી

જલ્દી કરો, ભારતીય સ્ટેટ બેંકમાં આવી વેકન્સી

ભારતીય સ્ટેટ બેન્કે પ્રોબેશનરી ઓફિસર્સના 2000 પદો માટે ભરતીની નોટિફિકેશન જાહેર કરી છે. આ માટે કોઈપણ માન્યતા પ્રાપ્તયૂનિવર્સિટીથી કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ અથવા ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં હોય તે અપ્લાઈ કરી શકે છે. ઉમેદવારની ઉંમર 01-04-2018ના રોજ 21થી ઓછી અને 30 વર્ષથી વધુ ના હોવી જોઈએ. વધુ જાણકારી મેળવવા વાંચો અહીં.
છોકરીઓની ચાલ પરથી મેળવો તેના સ્વાભાવની જાણકારી

છોકરીઓની ચાલ પરથી મેળવો તેના સ્વાભાવની જાણકારી

સમુદ્રશાસ્ત્ર અનુસાર કોઈપણ છોકરીની ચાલના આધારે તેના સ્વભાવની જાણકારી મળે છે જેમ કે, ઝડપથી ચાલતી છોકરી આત્મવિશ્વાસ ભરપૂર એનો સાહસિક હોય છે. નાના ડગલા ભરીને ચાલતી છોકરી શાંત, હસમુખી અને મળતાવડી હોય છે. જમીન પર પગ ઘસીને ચાલતી છોકરીઓ દુઃખી રહે છે તેમજ જલ્દી નિર્ણય નથી લઈ શકતી. ધીમે ચાલતી છોકરી શાંત અને સહજ હોય છે.