Short News

સરકારે કરી સ્પષ્ટતા, પીપીએફ ખાતું છે સુરિક્ષિત

સરકારે કરી સ્પષ્ટતા, પીપીએફ ખાતું છે સુરિક્ષિત

પીપીએફ ખાતાઓની સુરક્ષામાં ઘટાડો કરશે તેવી અફવાઓ વહેતી થતાં સરકારે આ મુજબની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે પીપીએફ ખાતું અગાઉની જેમ જ સૌથી વધારે સુરક્ષિત જ રહેશે.સરકારે જણાવ્યું હતું કે પીપીએફમાં જમા તમારા નાણાંને ઉણી આંચ પણ નહીં આવે. હાલમાં તેમા જે સુવિધાઓ મળી છે તે યથાવત રહેશે.
હરમનપ્રીમ, કુલદીપ અને ચહલને ESPN Cricinfo એવોર્ડ

હરમનપ્રીમ, કુલદીપ અને ચહલને ESPN Cricinfo એવોર્ડ

હરમનપ્રીત કૌરને વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન માટે ઈએસપીએનક્રિકઈન્ફો વાર્ષિક પુરસ્કારોમાં મહિલા ક્રિકેટમાં વર્ષનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ગણવામાં આવ્યું. સ્પીનર કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલને પણ પુરસ્કાર મળ્યા. કુલ 12 પુરસ્કારોમાંથી ત્રણ પુરસ્કાર ભારતીય ખેલાડીઓને મળ્યા જે કોઈપણ દેશના ખેલાડીઓને મળેલા સર્વાધિક પુરસ્કાર છે.
PNB Scam : CVCએ બેંકો માટે કરી મોટી જાહેરાત

PNB Scam : CVCએ બેંકો માટે કરી મોટી જાહેરાત

PNBમાં થયેલા કૌભાંડ બાદ હવે તમામ પીએસયૂ અને પ્રાઇવેટ બેંકો માટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન(CVC)એ નવા નિર્દેશ જાહેર કરાયા છે. હવેથી બેંકોની તમામ બ્રાન્ચમાં ત્રણ વર્ષથી વધારે સમય સુધી કાર્યરત ઓફિસરોને ટ્રાન્સફર કરવામાં આવશે. આ આદેશને તમામ બેંકોમાં તાત્કાલિક ધોરણે લાગૂ કરી દેવામાં આવ્યો છે.
ફરી વાર સુપરહિટ સાબિત થશે હેટ સ્ટોરી 4

ફરી વાર સુપરહિટ સાબિત થશે હેટ સ્ટોરી 4

હેટ સ્ટોરી સીરિઝની ચોથી ફિલ્મ હેટ સ્ટોરી 4 ટૂંક સમયમાં જ દર્શકોની સામે આવશે, ફિલ્મમાં ઉર્વશી રૌતેલા, કરણ વાહી અને વિવેન ભાટિયા મુખ્ય ભુમિકામાં જોવા મળશે, ફિલ્મનો પ્લોટ આ વખતે લંડન હશે, આ ફિલ્મ એક એવી યુવતી તાશાની વાર્તા હશે જે લંડનની એક એડવટાઈજીંગ એજન્સીમાં સ્ટાર મોડેલ બનવા માટે કંઈ પણ કરશે.