Short News

ઇન્ફોસિસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ સંગીતા સિંઘે આપ્યુ રાજીનામું

ઇન્ફોસિસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ સંગીતા સિંઘે આપ્યુ રાજીનામું

ઇન્ફોસિસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને હેલ્થકેર અને લાઇફ સાયન્સિસના માતબર ૭૫ કરોડ ડોલર બિઝનેસના વડા સંગીતા સિંઘે પોતાના પદ પરથી રાજીનામુ આપી દેતા વ્યાપાર જગતમાં ખળભળાટ મચી ગયો છે. આપને જણાવી દઈએ કે, ભારતીય આઇટી ઉદ્યોગમાં બિઝનેસ ચલાવનારા સંગીતા સિંઘ પીઢ મહિલા છે. તેઓએ વિપ્રોમાં પણ આજ પોર્ટફોલિયો સંભાળતા હતા.
ગુજરાતના ખેડૂતો માટે સીએમ રૂપાણીએ કરી મહત્વની જાહેરાત

ગુજરાતના ખેડૂતો માટે સીએમ રૂપાણીએ કરી મહત્વની જાહેરાત

ખેડૂતો માટે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. સીએમ રૂપાણીએ ખેડૂતોની આવક બમણી કરવા માટે ‘સૂર્યશક્તિ કિસાન યોજનાની' જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સોલર પેનલ આપવામાં આવશે અને ખેડૂત પોતે વીજ ઉત્પાદક બનશે. તે માટે ખેડૂતોને કેંદ્ર અને રાજ્ય સરકાર મળી ખેડૂતોને 60 ટકા સબસીડી આપવામાં આવશે. આ માટે ખેડૂતોએ 35 ટકા લોન લેવાની રહેશે.
આ કરચલાના એક લીટર લોહીની કિંમત 10 લાખ રૂપિયા

આ કરચલાના એક લીટર લોહીની કિંમત 10 લાખ રૂપિયા

આપને જાણીને નવાઈ લાગશે કે, ઉત્તર અમેરિકાના દરિયામાં જોવા મળતા હોર્સશેઉ ક્રેબના નામથી ઓળખાતા કરચલાના લોહીની કિંમત 10 લાખ રૂપિયા પ્રતિલીટર છે. જી હા આ કરચલાનું લોહી એટલા માટે મોંઘુ છે કેમ કે તેનો ઉપયોગ માણસના શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને શોધવા માટે થાય છે. જેથી તે માણસ માટે અમૃત સમાન છે. આ કરચલાનું લોહી લાલ નહિં પરંતુ વાદળી રંગનું હોય છે.  
ટૂંક સમયમાં ફોર્ડ ફિગો ફેસલિફ્ટ વર્ઝનને ભારતમાં કરશે લોન્ચ

ટૂંક સમયમાં ફોર્ડ ફિગો ફેસલિફ્ટ વર્ઝનને ભારતમાં કરશે લોન્ચ

ફોર્ડ ઇન્ડિયા પોતાની કાર ફિગોના ફેસલિફ્ટ વર્ઝનને ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ કારને 2018ના અંત સુધીમાં લોન્ચ કીર દેવામાં આવશે. કારમાં એરબેગ્સ, એબીએસ, ડ્રાઇવિંગ અવે લોકિંગ, હિલ લોન્ચ એસિસ્ટ, મેન્યુઅલ રિયર ડોર ચાઇલ્ડ લોક્સ, રિમોટ સેન્ટ્રલ લોકિંગ, હાઇટ એડ્જેસ્ટેબલ સીટબેલ્ટ જેવા ફિચર્સ આપવામાં આવશે. કારના વધુ ફિચર્સ જાણવા ડાબી બાજુ સ્ક્રોલ કરો.  
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more