Short News

ટ્રેડ વૉર ભારત માટે પડકારજનક : અરૂણ જેટલી

ટ્રેડ વૉર ભારત માટે પડકારજનક : અરૂણ જેટલી

નાબાર્ડ ફાઉન્ડેશન ડેમાં સંબોધન કરતા નાણા પ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું કે ટ્રેડ વૉરને કારણે વિશ્વમાં અસંતુલન સર્જાઇ રહ્યું છે. ટ્રેડ વૉર ભારત માટે પણ એક મોટો પડકાર છે. આપણે વિકાસ જાળવી રાખવા માટે આ પડકાર દૂર કરવો જરૂરી છે. સરકારે ખેડૂતોની આવક બમણી થાય તે માટે અનેક મોરચે પગલાં ઉઠાવ્યા છે. ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત કરવાની દિશામાં પગલાં ભર્યાં છે.
Xiaomiએ Mi Max 3 કર્યો લોન્ચ, જાણો કિંમત

Xiaomiએ Mi Max 3 કર્યો લોન્ચ, જાણો કિંમત

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomiએ Mi Max 3 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનને બે વિરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં 4GB RAM સાથે 64GBની સ્ટોરેજ અને 6GB RAM સાથે 128GBની સ્ટોરેજનો સમાવેશ થાય છે. આ સ્માર્ટફોનની કિંમત વિશે વાત કરીએ તો 4GB RAM વેરિયન્ટની કિમત 17,300 રૂપિયા તેમજ 6GB RAM વેરિયન્ટની કિંમત 20,400 રૂપિયા છે.
રાજ્યમાં 19 જળાશયો પર હાઈએલર્ટ જાહેર

રાજ્યમાં 19 જળાશયો પર હાઈએલર્ટ જાહેર

છેલ્લા એક સપ્તાહથી અનરાધાર પડી રહેલા વરસાદને લધી જળાશયોમાં નવા નીર આવ્યા છે. ત્યારે રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગરના અહેવાલ પ્રમાણે ગુજરાતના 19 જળાશયો પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ઉપરાંત 5 જળાશયોને એલર્ટ અને 13 જળાશયો માટે ચેતવણી અપાઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 39.78 ટકા ભરાઈ ગયો છે.
સોનાલી બન્દ્રેએ પોતાના દીકરા લઈ લખી ભાવુક પોસ્ટ

સોનાલી બન્દ્રેએ પોતાના દીકરા લઈ લખી ભાવુક પોસ્ટ

બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પોતાને કેન્સર હોવાની માહિતી આપ્યા બાદ સોશિયલ મીડિયામાં પોતાની સારવારને લઈ સતત અપડેટ્સ આપતી રહે છે. ત્યારે તેની વધુ એક પોસ્ટ સામે આવી છે. સોનલીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના દીકરાને લઈ એક ભાવુક પોસ્ટ લખી છે. તેણે લખ્યુ છે કે, જ્યારે મારા જીવનમાં કેન્સરે ખરાબ રૂપ લઈ લીધુ ત્યારે સૌથી મુશ્કેલ એ હતુ કે આ વિશે અમે તેને કઈ રીતે જણાવીએ.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more