Short News

આ યુવતી બનશે સૌથી નાની ઉંમરની 'સેલ્ફ મેડ' અબજોપતિઃ ફોર્બ્સ

આ યુવતી બનશે સૌથી નાની ઉંમરની 'સેલ્ફ મેડ' અબજોપતિઃ ફોર્બ્સ

ફોર્બ્સ મેગેઝિનના જણાવ્યા પ્રમાણે માત્ર 20 વર્ષની ઉમરે અમેરિકાની રિયલ્ટી ટીવી સ્ટાર કાઇલી જેનર અમેરિકાની સૌથી નાની ઉમરની 'સેલ્ફ મેડ' અબજોપતિ બનશે. આપને જણાવી દઈએ કે, બે વર્ષ પહેલાં કાઈલીએ કોસ્મેટિક કંપની બનાવી હતીને 29 ડોલરના લિપ કિટથી શરૂઆત કરી હતી. ફોર્બ્સ મુજબ હાલમાં તેમની સંપત્તિ 90 કરોડ ડોલર (લગભગ 6120 કરોડ રૂપિયા) છે.
ધડકના વિલન આશુતોષે જાહ્નવીના કર્યા ભરપેટ વખાણ

ધડકના વિલન આશુતોષે જાહ્નવીના કર્યા ભરપેટ વખાણ

જાહ્નવી કપૂરની પહેલી બોલીવુડ ફિલ્મ ‘ધડક' 20મી જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરી દેવામાં આવી છે. ત્યારે ફિલ્મમાં વિલનની ભુમિકા કરનાર આશુતોષ રાણાએ જાહ્નવી સાથે કામ કર્યાના કેટલાક અનુભવો શેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આશુતોષ લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. તેણે જાહ્નવી વિશે જણાવ્યુ કે, તે બહુ પ્રોફેશનલ છે અને કામને લઈને બહુ ફોકસ્ડ છે.  
રાજસ્થાનઃ ગૌતસ્કરીની શંકામાં વ્યક્તિને ઢોર માર મારી નિપજાવી હત્યા

રાજસ્થાનઃ ગૌતસ્કરીની શંકામાં વ્યક્તિને ઢોર માર મારી નિપજાવી હત્યા

રાજસ્થાનના અલવરમાં ગૌ-તસ્કરીની શંકામાં એક વ્યક્તિની માર પીટ કરી હત્યા નિપજાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના અલવર જિલ્લાના રામગઢ વિસ્તારના ગામ લલ્લાવંડનો છે કે જ્યાં શુક્રવારે રાત્રે સ્થાનિક લોકોએ અકબરને ગૌ-તસ્કરની હોવાની શંકામાં ઢોર માર મારી તેનુ મોત નીપજાવ્યુ હતુ. હાલ પોલીસે આ ઘટનાને લઈ કાર્યવાહી હાથ ધરી છે.
Video: ફરુખાબાદમાં પાંચ વર્ષની દલિત બાળકી પર રેપ બાદ હત્યા

Video: ફરુખાબાદમાં પાંચ વર્ષની દલિત બાળકી પર રેપ બાદ હત્યા

ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં પાંચ વર્ષની દલિત બાળકીનો મૃતદેહ ઘરથી લગભગ 200 મીટર દૂર પ્લોટમાં પડેલો મળી આવ્યો હતો. શબ મળવાની સૂચના મળતા પરિવારજનો દોડી આવ્યા હતા. તેમણે રેપ બાદ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. લોકોએ પોલિસને સૂચના આપી. સૂચના પર પોલિસ અને ફોરેન્સિક વિભાગની ટીમે ઘટના સ્થળનું નીરિક્ષણ કરીને મૃતદેહ કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more