Short News

અમરેલીના ફિલ્મમેકરની ફિલ્મ 'દૈવાર'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે પ્રદર્શિત

અમરેલીના ફિલ્મમેકરની ફિલ્મ 'દૈવાર'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે પ્રદર્શિત

અમરેલીના જિલ્લાના સાવરકુંડલા ખાતે જન્મેલા ફિલ્મમેકર અભિજીત ખુમાણ દિગ્દર્શિત 26 મિનિટની લઘુ મરાઠી ફિલ્મ ‘દૈવાર'ને આગામી 8મેથી 19મે દરમિયાન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવશે. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાંથી પાસ થયેલ અભિજાતની ફિલ્મ નોન કોમ્પેટિટિવ કેટેગરીમાં સિલેક્ટ થઈ છે. ફિલ્મમાં મહારાષ્ટ્રના ખેડૂતોની આત્મહત્યાના મુદ્દાને ઉઠાવાયો છે.
ઉતરપ્રદેશઃ કુશીનગરમાં ટ્રેનની ઝપટે ચડી સ્કુલ વાન, 12 બાળકો સહિત 13ના મોત

ઉતરપ્રદેશઃ કુશીનગરમાં ટ્રેનની ઝપટે ચડી સ્કુલ વાન, 12 બાળકો સહિત 13ના મોત

ઉતપપ્રદેશના કુશીનગરમાં ખૂબ જ દુખદ ઘટના ઘટી છે. અહીં બાળકોને સ્કુલે લઈ જતી સ્કુલવાન એક ટ્રેન સાથે અથડાતા આ ઘટનામાં 13 લોકોના મોત નિપજ્યા છે. મૃત્યુ પામનારમાં 12 બાળકો અને એક સ્કુલવાનનો ડ્રાઈવર સામેલ છે. અકસ્માતમાં કેટલા બાળકો ઘાયલ થયાની જાણકારી મળી છે. માહિતી મળી છે કે આ સ્કુલ વાનમાં 25 બાળકો સવાર હતા.
સુપ્રીમ કોર્ટે કહ્યું, આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનો નથી આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે કહ્યું, આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનો નથી આપ્યો આદેશ

આધાર કેસની સુનાવણી કરી રહેલી દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેમણે ક્યારેય મોબાઈલ નંબર સાથે આધારને લિંક કરવાનો આદેશ આપ્યો નથી. કોર્ટે વધુમાં જણાવ્યુ છે કે, સરકારે 6 ફેબ્રુઆરી, 2017ના રોજ આપવામાં આવેલા તેના આદેશનો ખોટો અર્થ લઈ લીધો છે. હકીકતમાં સુપ્રિમનું કહેવું હતુ કે, મોબાઈલ યુઝર્સ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવા.
પરીક્ષા ટાણે ગુજરાત યુનિવર્સિટીમાં થઈ રહ્યુ છે ફિલ્મનું શુટિંગ, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

પરીક્ષા ટાણે ગુજરાત યુનિવર્સિટીમાં થઈ રહ્યુ છે ફિલ્મનું શુટિંગ, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

ગુજરાત યુનિવર્સિટી ફરી વાર વિવાદમાં ફસાઈ છે. યુનિ. કેટલોક ભાગ નજીવી રકમ માટે ભાડે આપ્યો છે. હેરિટેજ ટાવર ગણાતા યુનવર્સિટીમાં હાલ એક ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. જેને લઈ કુલપતિ, રજિસ્ટ્રારની ઓફિસ, પરીક્ષા વિભાગ અને એકેડેમિક વિભાગમાં જવાની કોઈને પણ મંજૂરી નથી. ત્યારે પરીક્ષાઓના ટાણે જ વિદ્યાર્થીઓ ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.