Short News

આયુષ શર્મા પોતાની પહેલી ફિલ્મ માટે લઈ રહ્યો છે ગરબાની તાલીમ

આયુષ શર્મા પોતાની પહેલી ફિલ્મ માટે લઈ રહ્યો છે ગરબાની તાલીમ

આયુષ શર્મા અને નવોદિત અભિનેત્રી વરિના હુસૈન પોતાની પહેરલી ફિલ્મ લવરાત્રિ માટે ગરબાની તાલીમ લઈ રહ્યા છે, તમને જણાવી દઈએ કે આયુષ શર્માં અભિનેતા સલમાન ખાનનો બનેવી છે, ફિલ્મમાં આયુષ સાથે નવોદિત અભિનેત્રી વરિના હુસૈન લીડ રોલમાં છે. લવરાત્રિનું દિગ્દર્શન અભિરાજ મિનવાલા કરવાના છે તેમ જ દિગ્દર્શક તરીકે અભિરાજની પણ આ પહેલી જ ફિલ્મ છે.
આગામી મહિનાથી આ કાર થશે મોંઘી જાણો ભાવ વધારો કરાયો

આગામી મહિનાથી આ કાર થશે મોંઘી જાણો ભાવ વધારો કરાયો

આગામી મહિનાથી સ્કોડા કંપનીની કારમાં ભાવ વધારો આવશે. કંપનીએ કિંમતોમાં વધારો ઝિંકવા માટે બજેટમાં વધારવામાં આવેલી કસ્ટમ ડ્યુટીને જવાબદાર ઠેરવી છે. કંપનીએ જણાવ્યું હતું કે, માર્ચથી તમામ મોડલની કિંમતમાં 1 ટકા સુધીનો વઘારો કરાશે. તેની સાથે જ 10 હજાર રૂપિયાને બદલે 35 હજાર રૂપિયા થઈ જશે. સ્કોડા બાદ અન્ય કાર કંપનીઓ પણ કારની કિંમતો વધારી શકે છે.
ટંકારા હાઈવે પર એસટી અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત. 2નાં મોત

ટંકારા હાઈવે પર એસટી અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત. 2નાં મોત

મોરબીના ટંકારા હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયાની જાણકારી મળી છે. એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે તેમજ એક વ્યક્તિને ઈજા થતા નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક સર્જાયો હતો. માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફિલ્મ કિક-2માં સલમાન જોવા મળશે આ અભિનેત્રી સાથે

ફિલ્મ કિક-2માં સલમાન જોવા મળશે આ અભિનેત્રી સાથે

તાજેતરમા કિક-2નું જાહેરાત થઈ છે. જેમાં સલમાન ખાન ફરી એક્શન અવતારમાં જોવા મળશે. જો કે ફર્નાન્ડિઝનું પત્તુ કપાઇ ગયું છે તેની જગ્યાએ એમી જેક્શનનું નામ ચર્ચાઈ રહ્યું છે.સલમાન એમીની સાથે પડદા પર દેખાશે, સાજિદ નડિયાદવાળાએ થોડા દિવસ અગાઉ જ આવનારી ફિલ્મ કિક-2ની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે.