Short News

મધુબાલાનો 85મો જન્મદિન, ગ્રીસ સુધી પહોંચી ખ્યાતિ
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/U7SuIRkYkL8" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

મધુબાલાનો 85મો જન્મદિન, ગ્રીસ સુધી પહોંચી ખ્યાતિ

મુંબઇની માયાનગરીમાં મોહભર્યા માધુર્યના માલકણ એવા અભિનેત્રી મધુબાલાનો 85મો જન્મદિન છે. મધુબાલાનો જન્મ 1933માં થયો હતો. 1950થી 1960ના દાયકા દરમિયાન મધુબાલાએ અનન્ય લોકચાહના મેળવી. તેમની ખ્યાતી છેક ગ્રીસ સુધી પહોંચી હતી. તેમની યાદમાં ગ્રીસમાં આજે પણ અનેક ગીતો ગૂંજી રહ્યા છે.
ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવનું ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ થયુ હેક

ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવનું ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ થયુ હેક

ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવનું કોઈ અજાણ્યા શખ્સે ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી વાંધાજનક ફોટાઓ અપલોડ કરી દીધા હતાં. જેના લીધે કુલદીપ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો, પરંતુ તેને જાણ થતા ટ્વિટ કરી કહ્યુ હતું કે, હુ વાંધાજનક પોસ્ટ માટે માફી માંગુ છું, પણ કોઈ અજાણ્યા શખ્સે મારુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી લીધુ હતું.
જાણો : મોબાઈલ નંબર 13 આંકડાનો થવા અંગે હકીકત

જાણો : મોબાઈલ નંબર 13 આંકડાનો થવા અંગે હકીકત

1 જુલાઈ 2018થી તમામ મોબાઈલ નંબર 13 આંકડાના થઈ જવાનો મેસેજ વાઇરલ થયો છે. સ્વાઈપ મશીન જેવા ડિવાઈસને ઓનલાઈન કનેક્ટ કરવા માટે જે સિમ કાર્ડ વપરાય છે તેને ટેકનિકલ લેંગ્વેજમાં મશીન ટૂ મશીન(M2M) તરીકે ઓળખવામાં આવે છે. આવા નંબર જ 13 આંકડાના થવાની વાત છે.
નીરવ-મેહુલ રૂપિયા 2000ના હીરા વેચતા હતાં 50 લાખમાં

નીરવ-મેહુલ રૂપિયા 2000ના હીરા વેચતા હતાં 50 લાખમાં

નીરવ મોદીને બધા ખેલ શિખવાડનારો મેહુલ ચોક્સી ઠગાઈમાં ઉસ્તાદ છે. તેણે 2-3000 રૂપિયાની કિંમતવાળા હીરા લાખોમાં વેચ્યા છે. કંપનીના એન્ડોર્સમેન્ટ કરનારાઓને ચૂનો લગાવવામાં આવતો હતો. મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલી જેમ્સેના પૂર્વ એમડી સંતોષ શ્રીવાસ્તવે આ ખુલાસો કર્યો છે. મેહુલ ચોક્સીએ ગીતકાર હિમેશ રેશમિયાને ઠગ્યો છે.