Short News

2018ના પ્રથમ ક્વાર્ટરમાં લોકપ્રિયતાની બાબતે દિપીકાએ મુખર્જીને છોડી પાછળ

2018ના પ્રથમ ક્વાર્ટરમાં લોકપ્રિયતાની બાબતે દિપીકાએ મુખર્જીને છોડી પાછળ

વર્ષ 2018માં પ્રથમ ક્વાર્ટરમાં એટલે કે, પ્રથમ ત્રણ મહિનામાં રીલિઝ થયેલી ફિલ્મોમાંથી કઇ અભિનેત્રી સફળ રહી તે માટે હાથ ધરાયેલા સર્વેમાં દીપિકા પદુકોણને 41 ટકા મત મળતા દીપિકા સૌથી લોકપ્રિય અભિનેત્રી બની ગઈ હતી. જ્યારે રાની મુખર્જીને 35 ટકા મત મેળવી શકી હતી. આ સર્વેમાં અનુષ્કા શર્મા 21 ટકા, રાધિકા આપ્ટે અને અદિતી રાવ હૈદરીએ ૧ અને ૨ ટકા મત મળ્યા હતા  
ગુજરાતની ભાજપ સરકાર 10,00 કરોડના ખર્ચે 7 મોટા ડેમ બાંધશે

ગુજરાતની ભાજપ સરકાર 10,00 કરોડના ખર્ચે 7 મોટા ડેમ બાંધશે

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ઘણી વખત ભાજ૫ના છેલ્લા 22 વર્ષના શાસનમાં રાજ્યમાં એક ૫ણ મોટો નવો ડેમ ન બંધાયો હોવાના મારવામાં આવતા મ્હેણાને ભાંગવા સરકારે રૂપિયા 10,000 કરોડના ખર્ચે 7 મોટા ડેમ બાંધવાનું આયોજન કર્યું છે. સરકાર દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે નોંધપાત્ર કહી શકાય તેવા પાંચથી સાત ડેમ બાંધવામાં આવશે. દરિયામાં વહી જતા પાણીનો સંગ્રહ કરીને ભરવામાં આવશે.
RSS સાથે જોડાયેલી વ્યક્તિઓ કોમવાદી કે અસામાજિક નથી

RSS સાથે જોડાયેલી વ્યક્તિઓ કોમવાદી કે અસામાજિક નથી

હૈદરાબાદના મક્કા મસ્જિદ વિસ્ફોટ કેસમાં સુનાવણી દરમિયાન સ્પેશયલ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ કે. રવિન્દર રેડ્ડીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઈને એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરી છે. જસ્ટિસ રવિન્દ્ર રેડ્ડીએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા તર્કને ફગાવતા કહ્યુ હતુ કે આરએસએસ સાથે જોડાવાનો મતલબ એ નથી કે વ્યક્તિ કોમવાદી હોય અથવા તો અસામાજિક છે.
મિલિંદ સોમણ-અંકિતના લગ્નની તસવીરો થયી વાયરલ

મિલિંદ સોમણ-અંકિતના લગ્નની તસવીરો થયી વાયરલ

છેલ્લા ઘણા સમયથી બ્રેકઅપ અને પેચઅપ અફવાહો પછી આખરે મિલિંદ સોમણ અને અંકિતા કંવર આખરે લગ્ન કરી રહ્યા છે. બંનેના લગ્નની રસમ પણ શરૂ થઇ ચુકી છે. હાલમાં બંનેના લગ્નની તસવીરો સોશ્યિલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. આ ફોટોમાં લગ્નની રસમ દરમિયાન દુલ્હા અને દુલ્હન એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. તેની સાથે બંનેનો ડાન્સ કરતો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.