Short News

આ ફિલ્મને લઈ દિપીકાને છે સૌથી વધુ અફસોસ

આ ફિલ્મને લઈ દિપીકાને છે સૌથી વધુ અફસોસ

દિપીકા પાદુકોણ સૌથી હિટ એક્ટ્રેસમાની એક ગણાય છે. એક પછી એક સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ પણ દિપીકાને એક ફિલ્મને લઈ અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમજ તે ફિલ્મને તે પોતાની કરિયરની સૌથી ખરાબ ફિલ્મ માને છે, અને એ કોઈ અન્ય નહિ પણ અક્ષય કુમાર અને દિપીકા પાદુકોણની ફિલ્મ ચાદની ચોક ટુ ચાઈના છે, આ ફિલ્મ 2009માં રિલિઝ થઈ હતી.
ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયા હતું

ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયા હતું

ગુજરાતનું પ્રથમ બજેટ રજૂ કરનાર ડૉ. જીવરાજ મહેતા હતા. એ વખતે તેઓ મુખ્યપ્રધાન પણ હતા અને નાણાંપ્રધાનનો હવાલો પણ તેમની પાસે હતો. તારીખ 22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ. ગુજરાતનું પ્રથમ બજેટ કુલ રૂપિયા 115 કરોડનું હતુ જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ હતી અને ખર્ચા 58 કરોડ 12 લાખ હતો.
જમ્મુ કાશ્મીરઃ એર ફોર્સ સ્ટેશન નજીક આતંકી હુમલો

જમ્મુ કાશ્મીરઃ એર ફોર્સ સ્ટેશન નજીક આતંકી હુમલો

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં વાયુસેનાનાં એક સ્ટશન નજીક મંગળવારે સાંજે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. અચારનક હુમલો થતા ભારતીય સેનાએ પણ જવાબમાં ગોળીબારી કરી હતી, જેથી આતંકીઓ પલાયન કરી ગયા હતા. જો કે સેનાએ આખા ઈલોકાની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન કરી દીધુ છે. બીજી તરફ પાકિસ્તાની સેનાના ગોળીબારમાં એક જવાન ઘાયલ થયો છે.
બેંક ડૂબી જાય તો ખાતેદારોના પૈસા કેટલા સુરક્ષિત?

બેંક ડૂબી જાય તો ખાતેદારોના પૈસા કેટલા સુરક્ષિત?

ભારતમાં સરકારી ડિફોલ્ટર બને તો ખાતેદારોના નાણા જવાબદારી સરકારની હોવાથી તે સુરક્ષિત છે. પ્રાઇવેટ બેંકમાં આવું થાય તો બેંકને શોર્ટ નોટિસ પર રિકવરી ટાઇમ અપાય છે. બેંકોએ પોતાની પાસે એટલા પૈસા રિઝર્વ રાખવાના હોય છે કે તે કસ્ટમરને તેના પૈસા પરત કરી શકે.