Short News

એકતા કપૂર અને ઇમ્તિયાઝ અલીએ બનાવી ‘લૈલા-મજનૂ’ની નવી લવ સ્ટોરી

એકતા કપૂર અને ઇમ્તિયાઝ અલીએ બનાવી ‘લૈલા-મજનૂ’ની નવી લવ સ્ટોરી

ઇમ્તિયાઝ અલી જાણીતી લવ સ્ટોરીને પોતાના અંદાજમાં રૂપેરી પદડે ઉતારશે. આ ફિલ્મ માટે તેણે એકતા કપૂર સાથે હાથ મિલાવ્યો છે. ઇમ્તિયાઝ અલી અને એકતા પહેલી વખત સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મનું નામ છે ‘લૈલા મજનૂ'. ફિલ્મના ફર્સ્ટ પોસ્ટરને રિલિઝ કરી દેવામાં આવ્યું છે.
OMG: મરઘીની જેમ ઈંડા આપે છે, આ 'એગ બોય'

OMG: મરઘીની જેમ ઈંડા આપે છે, આ 'એગ બોય'

અંગ્રેજી વેબસાઈટ ડેલીમેલના અહેવાલ અનુસાર, ઇન્ડોનેશિયાના એક શહેરમાં 14 વર્ષનો અરલમ નામનો છોકરો 2 વર્ષથી મરઘીની જેમ ઈંડા આપી રહ્યો છે. અકલમ અને તેના પરિવારનો દાવો છે કે છેલ્લાં 2 વર્ષમાં તે 20 ઇંડા આપી ચુકયો છે. અકલમને ઈંડા આપતો જોઈ ડોક્ટર્સ પણ હેરાન થઈ ગયા છે. અકલમનો એક્સ-રે પણ લેવામાં આવ્યો છે, જેમાં ઈંડા એકદમ સાફ દેખાઈ રહ્યા છે.     
આ છે વિશ્વનો સૌથી ભીષણ રેલવે ટ્રેક, સ્વયંસંચાલિત ટેક્નોલોજીથી જોડાયેલા છે સિગ્નલ

આ છે વિશ્વનો સૌથી ભીષણ રેલવે ટ્રેક, સ્વયંસંચાલિત ટેક્નોલોજીથી જોડાયેલા છે સિગ્નલ

આજે અમે તમને જે રેલવે ટ્રેક વિશે જણાવ રહ્યા છીએ તે વિશ્વનો સૌથી અદભૂત અને રસપ્રદ રેલવે ટ્રેક છે. જી હા જર્મનીના ફ્રાન્કફર્ટમાં વિશ્વની સૌથી ભીષણ રેલવે ટ્રેક આવેલો છે. તેની રેલવે લાઈનો જાળની જેમ પથરાયેલી છે. છતા ક્યારેય કોઈ અનહોની નથી ઘટી. અહીં તમામ સિંગ્નલ સંપૂર્ણ સ્વયંસંચાલિત અને નવી ટેકનોલોજી સાથે જોડાયેલ છે. અહીં કોઈ પણ પ્રકારના ફાટક નથી. 
અમરનાથની યાત્રાએ જનાર ભાવિકો માટે મહત્વના સમાચાર

અમરનાથની યાત્રાએ જનાર ભાવિકો માટે મહત્વના સમાચાર

અમરનાથ યાત્રા 28 જૂનથી શરુ થવાની છે. જ્યાં યાત્રાળુઓ માટે વૈષ્ણવ ધામ, સરસ્વતી ધામ, જમ્મૂ હાટ અને ગીતા ભવન-રામ મંદિરમાં સ્પોટ રજિસ્ટ્રેશન સુવિધા ઉપલબ્ધ હશે. અમરનાથ યાત્રા માટે હેલિકોપ્ટર ટિકિટની બુકિંગ 27 એપ્રિલથી શરુ થશે. 28 જૂનથી શરૂ થનાર આ યાત્રા 20 દિવસ ચાલશે. નિયમ છે કે 13 વર્ષથી નાની અને 75 વર્ષથી વધારે ઉંમરના લોકો યાત્રા નહિ કરી શકે.