Short News

આ કન્નડ અભિનેત્રી છે કુમારસ્વામીની પત્ની

આ કન્નડ અભિનેત્રી છે કુમારસ્વામીની પત્ની

હાલ કર્ણાટકમાં સૌથી વધુ કોઈની ચર્ચા હોય તો તે છે કુમારસ્વામી. કુમારસ્વામી જેડીએસ નેતા અને પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનો પુત્ર છે. કુમારસ્વામીએ પોતાનાથી 27 વર્ષ નાની કન્નડની ટોપ અભિનેત્રી સાથે લગ્ન કર્યા છે. રાધિકાનો જન્મ કર્ણાટકના મેંગ્લુરુંમાં 11 નવેમ્બર 1986ના રોજ થયો, તેની ઉંમર અત્યારે 31 વર્ષની છે. વર્ષ 2006 માં કુમારસ્વામીએ રાધિકા સાથે લગ્ન કરી લીધા હતા.
કર્ણાટકઃ યેદિયુરપ્પાએ રાજ્યપાલ વજુભાઈ વાળાને રાજીનામું કર્યુ સુપરત

કર્ણાટકઃ યેદિયુરપ્પાએ રાજ્યપાલ વજુભાઈ વાળાને રાજીનામું કર્યુ સુપરત

મુખ્યમંત્રી પદના શપથ લેનારા બીએસ યેદિયુરપ્પાએ આજે ગૃહમાં ફ્લોર ટેસ્ટ પહેલા જ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી. રાજીનામાની જાહેરાત બાદ તેઓ તરત જ ગૃહથી સીધા રાજ્યપાલની ઓફિસ જઈને મુખ્યમંત્રી પદથી રાજીનામું સુપરત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ભાજપની બહુમતી સાબીત કરવા માટે આજે સાંજે 4 વાગ્યો સુધીનો સમય આપ્યો હતો.
કર્ણાટકના રાજ્યપાલ પદેથી વજુભાઈ આપી દેશે રાજીનામુ!

કર્ણાટકના રાજ્યપાલ પદેથી વજુભાઈ આપી દેશે રાજીનામુ!

મુખ્યમંત્રી પદના શપથ લેનારા બી એસ યેદિયુરપ્પાએ ફ્લોર ટેસ્ટ પહેલા બહુમત સાબીત ના કરી શકતા રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધા બાદ હવે કર્ણાટકના રાજ્યપાલ પદેથી વજુભાઇ વાળા રાજીનામું આપી દે તેવી શક્યતાઓ છે. હંમેશા સફેદ ડ્રેસ કોડમાં સજ્જ વજુભાઈ કર્ણાટકના રાજ્યપાલ તરીકે ડાગ લાગી ગયાનું ભાજપના નેતાઓ પણ માની રહ્યા છે ત્યારે નૈતિકતાના ધોરણે તે રાજીનામું આપી શકે છે.
BSNLએ માત્ર 98 રૂપિયામાં લોન્ચ કરી શાનદાર ઓફર, જાણો કેટલો મળશે ડેટા

BSNLએ માત્ર 98 રૂપિયામાં લોન્ચ કરી શાનદાર ઓફર, જાણો કેટલો મળશે ડેટા

ટેલીકોમ કંપનીમાં વધી રહેલી હરિફાઈમાં હવે બીએસએનએલ પાછળ નથી. બીએસએનએલ કંપનીએ નવા ‘ડેટા સુનામી' ઓફરની જાહેરાત કરી છે. જેમાં કંપની દ્વારા માત્ર 98 રૂપિયામાં 1.5 જીબી ડેટા આપવામાં આવશે, આ ઓફરની વેલિડિટી 26 દિવસની રહેશે. ‘વર્લ્ડ ટેલિકોમ ડે' ના અવસર પર આ ઓફર લોન્ચ કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કંપનીએ 10 દિવસની વેલિડિટી માટે 39 રૂ. નો પ્લાન લોન્ચ કર્યો હતો.