Short News

જે કંઈ પણ છું, સલમાન ખાનના કારણે જ છું..

જે કંઈ પણ છું, સલમાન ખાનના કારણે જ છું..

આ નિવેદન આપ્યું છે રેસ 3ની હિરોઈન જેકલીન ફર્નાન્ડિઝે. રેસ 3ના ટ્રેલર લોંચ દરમિયાન પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ ખુલાસો કર્યો કે આ ફિલ્મમાં જેક્લીનનું પાત્ર મહત્વનું છે, કહી શકાય કે ખાસ છે. તો, ફિલ્મ વિશે વાત કરતા જેક્લીને કહ્યું, "હું આજે જે કંઈ પણ છું, તે સલમાન ખાનના કારણે જ છું" રેસ 3 પહેલા સલમાન ખાન અને જેકલીનની જોડીએ 'કિક' જેવી હિટ ફિલ્મ આપી છે.
લોકસભા 2019માં ભાજપના મિશન 400 માટે પડકાર સમાન હશે સાઉથ?

લોકસભા 2019માં ભાજપના મિશન 400 માટે પડકાર સમાન હશે સાઉથ?

કર્ણાટકમાં માત્ર 48 કલાકમાં જ ભાજપ સરકારના રામ રમી ગયાં. બહુમત સાબિત કરવાના ઠીક પહેલાં પૂર્વ સીએમ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દેતાં અહીં કોંગ્રેસ-જેડીએસની સરકાર બનવા જઈ રહી છે. લોકસભા 2019ની ઠીક પહેલાં દક્ષિણ ભારતના એક મહત્વના રાજ્યમાં ભાજપને મળેલી હાર તેમના માટે મિશન 2019માં ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે. ભાજપના મિશન 400માં દક્ષિણ ભારત પડકાર આપશે?
ગીરમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતાં અમદાવાદનાં 3 સહિત 7 યુવકની ધરપકડ

ગીરમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતાં અમદાવાદનાં 3 સહિત 7 યુવકની ધરપકડ

ગેરકાયદેસર સિંહ દર્શન કરતા 7 શખ્સો પકડાયા છે. આ 7 પૈકી 3 શખ્સો અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જો કે આ તમામ શખ્સોને આજે ગીર ગઢડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે ગીર ગઢડાના બાબરીયા રેન્જના જંગલ વિસ્તારમાંથી પકડાયા 7 શખ્સોને જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
બિટકોઇન કૌભાંડના ભાગેડુ નલિન કોટડિયાના દેશભરમાં લગાવાશે વોન્ટેડ પોસ્ટર્સ

બિટકોઇન કૌભાંડના ભાગેડુ નલિન કોટડિયાના દેશભરમાં લગાવાશે વોન્ટેડ પોસ્ટર્સ

બિટકોઈન તોડપાણી કાંડમાં ભૂતપૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને કોર્ટ દ્વારા ભાગેડૂ જાહેર કરાયા બાદ CID ક્રાઇમ દેશભરમાં કોટડિયાના વોન્ટેડ પોસ્ટર લગાવવા તૈયારી કરી રહ્યું છે. CID અધિકારીઓએ કહ્યું કે, ‘અમે શૈલેષ ભટ્ટ કિડનેપિંગ સાથે કોટડિયા લિંક અને સુરત લિંકને જોડતી કડીઓ ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે કદાચ આ 1300 કરોડના બિટકોઈન કૌભાંડ પરથી પડદો ઉઠી શકે છે.'