Short News

ભોળી વહુમાંથી 'વિલન' બનશે અક્ષરા, ‘કસોટી ઝિંદગી કી’માં ‘કોમોલિકા’ ની કરશે ભુમિકા

ભોળી વહુમાંથી 'વિલન' બનશે અક્ષરા, ‘કસોટી ઝિંદગી કી’માં ‘કોમોલિકા’ ની કરશે ભુમિકા

એકતા કપૂરનો પોપ્યુલર ટીવી શો ‘કસોટી ઝિંદગી કી' ફરી એકવાર શુરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે આ સિરિયલમાં કોમોલિકાનું પાત્ર કોણ કરશે તેની ચર્ચા જામી છે. જો કે આ ભુમિકાને લઈ હવે સીધી-સાદી ‘અક્ષરા' એટલે કે હિના ખાનનું નામ સામે આવી રહ્યું છે. માહિતી મળી છે આ રોલને લઈ હિના સાથે વાતચીત ચાલી રહી છે. ત્યારે હિના પણ આ ભુમિકા માટે ઉત્સાહિત છે.
FIFA WC Final 2018 : ક્રોએશિયાને 4-2થી હરાવી ફ્રાન્સ વર્લ્ડ ચેમ્પિયન

FIFA WC Final 2018 : ક્રોએશિયાને 4-2થી હરાવી ફ્રાન્સ વર્લ્ડ ચેમ્પિયન

ફ્રાન્સે વર્લ્ડકપ ફાઈનલમાં ક્રોએશિયાને હરાવી ફીફા વર્લ્ડકપ જીતી લીધો છે. ફાન્સે આ મેચમાં ક્રોએશિયાને 4-2થી હરાવ્યું. ફ્રાન્સ તરફથી મારિઓ માન્ડ્ઝુકીક, એન્ટોની ગ્રિઝમેન, પોલ પોગ્બા અને કાયલિન એમ્બાપેએ ગોલ ફટાકાર્યા હતા. આની સાથે ફ્રાન્સ ફીફા વર્લ્ડકપ ઈતિહાસમાં બીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે.
સુરતમાં ખુલ્લી ગટરમાં પડેલા બાળકનો મૃતદેહ તાપી નદીમાંથી મળ્યો

સુરતમાં ખુલ્લી ગટરમાં પડેલા બાળકનો મૃતદેહ તાપી નદીમાંથી મળ્યો

સુરતમાં લાંબી તપાસ બાદ ગટરના ખુલ્લી ગટરમાં પડેલા રોહન નામના બાળકનો મૃતદેહ મળી આવ્યા છે. આ બાળકનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો છે. નાના વરાછા વિસ્તારમાં આ ઘટના બની હતી જેમાં બપોરના સમયે મિત્રો સાથે રમતા-રમતા બાળક ગટરમાં પડ્યો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગડનો વિશાળ કાફલો મળી આવ્યો હતો. જોકે, બાળકનો જીવ બચાવવામાં સફળતા નથી મળી.
1 ઓગસ્ટથી ગુજરાતના મલ્ટીપ્લેક્સમાં અમલમાં આવશે આ ખાદ્યપદાર્થો અંગે આ નિયમ

1 ઓગસ્ટથી ગુજરાતના મલ્ટીપ્લેક્સમાં અમલમાં આવશે આ ખાદ્યપદાર્થો અંગે આ નિયમ

કેન્દ્ર સરકાર 1લી ઓગસ્ટથી દેશના તમામ મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં ખાદ્ય પદાર્થોના એક જ ભાવનો કાયદો લાવવા જઈ રહી છે. ગુજરાતના મલ્ટીપ્લેક્સમાં ખાદ્ય પદાર્થો અને ઠંડા પીણાના ભાવ એકસરખા રાખાશે. રાજ્યના નાગરિક પુરવઠા વિભાગના અધિકારીએ કહ્યું હતું કે જે મલ્ટીપ્લેક્સ સંચાલકો અમલ નહીં કરે તેની સામે પગલાં લેવાશે. કેન્દ્ર સરકારનો ગૃહવિભાગ 6 સપ્તાહમાં નીતિ તૈયાર કરશે .
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more