Short News

મંદિરા બેદીએ સાડીમાં કરી બતાવ્યા પુશઅપ્સ

મંદિરા બેદીએ સાડીમાં કરી બતાવ્યા પુશઅપ્સ

ફિલ્મ અને ટીવી એક્ટ્રેસ મંદિરા બેદીએ તાજેતરમાં તેના Instagram પર એક વીડિયો શેર કર્યો જેમાં તેસાડીમાં પુશ અપ્સ કરતી દેખાઈ રહી છે. મંદિરાએ કૅપ્શન સાથે આ વીડિયો શેર કર્યો અને લખ્યું કે , ‘કપડાં કેવા પણ હોય પણ કામના સમયે કામ પૂરું થવું જોઈએ.'
IPL 11 : Match 21 : RR v MI : રાજસ્થાને મુંબઇને 3 વિકેટે હરાવ્યું

IPL 11 : Match 21 : RR v MI : રાજસ્થાને મુંબઇને 3 વિકેટે હરાવ્યું

IPL 11ની 21મી મેચ જયપુરના માનસિંહ સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં રાજસ્થાને મુંબઇને 3 વિકેટે માત આપી છે. મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા છે. રાજસ્થાને 168 રનના ટાર્ગેટનો પીછો કરતા માત્ર 19.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને પોતાનો ટાર્ગેટ પૂરો કર્યો હતો.
IPL 11 : Match 21 : RR v MI : મુંબઇએ રાજસ્થાનને આપ્યો 168 રનનો ટાર્ગેટ

IPL 11 : Match 21 : RR v MI : મુંબઇએ રાજસ્થાનને આપ્યો 168 રનનો ટાર્ગેટ

IPL 11ની 21મી મેચ જયપુરના માનસિંહ સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા છે. રાજસ્થાન 168 રનના ટાર્ગેટનો પીછો કરશે. મુંબઈ ઈન્ડીયન્સ રાજસ્થાન વિરુદ્ધ પોતાની જીત બરકરાર રાખવા પ્રયત્ન કરશે. ત્રણ વખતની ચેમ્પિયન મુંબઈની આ સિઝનમાં શરૂઆત ગણી ખરાબ રહી છે.
જામનગરમાં જહાજમાં ગેસ ગળતર, બે વિદેશી નાગરિકનાં મોત, એક સારવાર હેઠળ

જામનગરમાં જહાજમાં ગેસ ગળતર, બે વિદેશી નાગરિકનાં મોત, એક સારવાર હેઠળ

જામનગર નજીક નવલખી બંદર પાસે એક જહાજમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે. અહીં ગેસ ગળતરના કારણે વિદેશી નાગરિકોનાં મોત નિપજ્યા છે, જ્યારે એકને અસર થતાં હાલત ગંભીર છે. જે જહાજમાં ગેસ ગળતરીની ઘટના બની તે વિદેશી જહાજ હતું. માર્ચ મહિનામાં આવી જ એક ઘટના અલંક શીપ યાર્ડમાં બની હતી.