Short News

ફિલ્મ રાઝીનું નવુ પોસ્ટ થયુ રિલિઝ

ફિલ્મ રાઝીનું નવુ પોસ્ટ થયુ રિલિઝ

10 એપ્રિલે રિલીઝ થયેલ ફિલ્મ રાઝી ટ્રેઈલર બાદ સોમવારે આ ફિલ્મનું નવું એક પોસ્ટર રિલીઝ થયું છે. આ ફિલ્મ જંગલી પિક્ચર્સ અને ધર્મા પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ‘રાઝી'ના આ નવા પોસ્ટરમાં આલિયા ખૂબ દમદાર અંદાજમાં જોવા મળે છે. પોસ્ટરમાં આલિયાએ પોતાના ફાથમાં બંદુક લઈને ઉભી છે, તેમજ બંને સાઈડ ફિલ્મના અન્ય સ્ટાર કાસ્ટ ગોઠવાયેલા છે.
મહેસાણા એસિડ એટેકેની ઘટનામાં આરોપી હાર્દિકને આજીવન કેદની સજા

મહેસાણા એસિડ એટેકેની ઘટનામાં આરોપી હાર્દિકને આજીવન કેદની સજા

ગુજરાતમાં ચર્ચા જાગવાનાર એસિડ એટેક ઘટનામાં આખરે કાજલને ન્યાય મળ્યો છે અને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મહેસાણાની કાજલ પ્રજાપતિ એસિડ અટેક કેસમાં આરોપી હાર્દિક પ્રજાપતિને કોર્ટ આજીવન કેદની સજા ફટકારી છે. ફેબ્રુઆરી 2016માં હાર્દિકે પોતાનો પ્રસ્તાવ ન સ્વીકારનારી 18 વર્ષની કાજલના ચહેરા પર એસિડ ફેંકી દીધો હતો.

બીએમડબ્લ્યુએ 2018 BMW X3 ભારતમાં થઈ લોન્ચ

બીએમડબ્લ્યુએ 2018 BMW X3 ભારતમાં થઈ લોન્ચ

જર્મનીની લગ્જરી કાર નિર્માતા કંપની BMWએ પોતાની 3જી જનરેશનની કાર X3 ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેને બે વેરિયન્ટસ્ xDrive 20d એક્સપેડિશન અને xDrive 20d લગ્જરી લાઈનમાં લોન્ચ કરી છે. જેની ક્રમાનુસાર કિંમત 49.99 લાખ અને 56.70 લાખ રૂપિયા છે. BMW X3 કારની ટક્કર મર્સિડી બેન્જ GLC, ઑડી Q5 અને વોલ્વો XC60 સાથે થશે.
બાળકોનો અશ્લીલ વિડીયો બનાવનાર શખ્સને 105 વર્ષની કેદ

બાળકોનો અશ્લીલ વિડીયો બનાવનાર શખ્સને 105 વર્ષની કેદ

અમેરિકામાં એક શખ્સને બાળકોના અશ્લિલ વીડિયો બનાવી ઓનલાઈન વેંચવાના ગુનામાં કોર્ટે 105 વર્ષની સજા સંભળાવી છે. તેમજ પીડિત બાળકોને 31 હજાર ડોલરનો દંડની ચૂકવણી કરવા કહ્યુ છે. આરોપીએ પોતાના ઘરના ભોયરામાં એક 10 વર્ષની બાળકી અને 12 વર્ષના બાળકનો વિડીયો બનાવ્યો હતો. તેમજ વિડીયો બનાવતી વેળાએ અશ્લિલ વર્તન પણ કરતો હતો.