Short News

રણવીર-દીપિકાએ સાઇન કરી યશરાજની ફિલ્મ, હમણા લગ્ન નહીં કરે???

રણવીર-દીપિકાએ સાઇન કરી યશરાજની ફિલ્મ, હમણા લગ્ન નહીં કરે???

દિપિકા પાદુકોણ અને રણવીર સિંહ ચોથી વખત ફિલ્મમાં સાથે જોવા મળશે. તેમણે યશરાજની ફિલ્મ સાઇન કરી છે. એક અહેવાલ અનુસાર ફિલ્મને મનીષ શર્મા ડાયરેક્ટ કરશે. આ ફિલ્મ એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ હશે. કહેવાય છે કે દીપિકા અને રણવીર લગ્નની તારીખ પણ નક્કી કરી લીધી છે. તેઓ હાલ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. તો આ ફિલ્મ સાઇન કર્યા બાદ તેઓ હાલ લગ્ન નહીં કરે?
કાકીએ સગી ભત્રીજીને પીવડાવ્યો દારુ અને પછી...

કાકીએ સગી ભત્રીજીને પીવડાવ્યો દારુ અને પછી...

રાજધાની દિલ્હીમાં એકવાર ફરી શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં રવિવારે દિલ્હીના ડેરી વિસ્તારમાં એક સગીરા સાથે રેપની ઘટના સામે આવી છે, ઘટનામાં સગી કાકીએ જ પોતાની ભત્રીજીને જબરદસ્તીથી દારૂ પીવડાવ્યો હતો અને બાદમાં પોતાના પ્રેમી પાસે સગીરાનો રેપ કરાવ્યો હતો. હાલ આરોપી મહિલાની પોલીસે ધરપકડ કરી લીધી છે જ્યારે એક આરોપી ફરાર છે.
સિદ્દારમૈયા એ કહ્યું, સીએમ ની રેસમાં હું સૌથી આગળ છું

સિદ્દારમૈયા એ કહ્યું, સીએમ ની રેસમાં હું સૌથી આગળ છું

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે ઘ્વારા 24 એપ્રિલે જણાવવામાં આવ્યું હતું કે તેમની પાર્ટીની કર્ણાટક વિધાનસભા ઈલેક્શનમાં જીતવાની ખુબ જ સારી સંભાવના છે અને હાઈકમાન આગળના મુખ્યમંત્રી પર નિર્ણય કરશે. ખડગે ઘ્વારા આપવામાં આવેલા નિવેદનના એક દિવસ પછી તરત જ સિદ્દારમૈયા એ જાતે જણાવ્યું કે તેઓ કર્ણાટકમાં મુખ્યમંત્રી રેસમાં સૌથી આગળ છે.
ગોધરાઃ ડોક્ટરે બસમાં કરાવ્યો બાળકીનો જન્મ, નામ આપ્યુ 'વાહિની'

ગોધરાઃ ડોક્ટરે બસમાં કરાવ્યો બાળકીનો જન્મ, નામ આપ્યુ 'વાહિની'

દાહોદ જિલ્લાના ઝાલોદ નજીકના નાનકડા ગામડાનો શ્રમજીવી પરિવાર પોતાના માદરે વતન જઈ રહ્યો હતો. ત્યાં મહિલાને બસમાં જ પ્રસવ પીડા ઉપડતા મહિલાને મદદ કરતાં બસને સીધી ગોધરા સિવિલ હોસ્પિટલ લઇ જવાય હતી. પરંતુ બસ હોસ્પિટલ પહોંચે એ પહેલા મહિલાની પ્રસવ પીડા વધતા ડોક્ટરે સ્ટાફ સહિત બસમાં જ મહિલાની ડીલવરી કરવાવી હતી. ને બાળકીનો જન્મ વાહનમાં થયો હોવાથી નામ આપ્યુ 'વાહિની'.