Short News

કોમેડી શૉમાં હાજર રહેલા સલમાનને મળ્યા 4 કરોડ

કોમેડી શૉમાં હાજર રહેલા સલમાનને મળ્યા 4 કરોડ

જાણીતા બોલીવુડ અને ટેલિવિઝન અભિનેતા રામ કપૂર ટૂંક સમયમાં શરૂ થઇ રહેલા કૉમેડી હાઇ સ્કૂલમાં સ્કૂલના પ્રિન્સીપાસની ભુમિકામાં જોવા મળશે. આ શોના પ્રોમોમાં સલમાન ખાન પોતાના મસ્તીભર્યા અંદાજમાં જોવા મળી રહ્યો છે. શોના ગ્રાન્ડ પ્રિમિયરમાં સલમાન ખાને હાજરી આપવાના ચાર કરોડ રૂપિયા લીધા છે.
સેના પ્રમુખ, વિદેશ સચિવ, NSA ડોભાલ પહોંચ્યા ભૂટાન

સેના પ્રમુખ, વિદેશ સચિવ, NSA ડોભાલ પહોંચ્યા ભૂટાન

ભારતના સેના પ્રમુખ જનરલ બિપિન રાવત, વિદેશ સચિવ વિજય ગોખલે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આ મહિનાની શરૂઆતમાં ચુપચાપ ભૂટાનના પ્રવાસે ગયા હતા. ભૂટાનના નેતૃત્વની સાથે ડોકલામ, તેની આસપાસ ચીન દ્વારા રક્ષા તથા સંરચનાનું નિર્માણ કરવા સહિતના રણનીતિક મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરી હતી.
સુરેન્દ્રનગરઃ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું મોત, 4 ઘાયલ

સુરેન્દ્રનગરઃ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું મોત, 4 ઘાયલ

સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પર સાયલામાં આવેલા સર્કલ સાથે આજે વહેલી સવારે કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર સર્કલ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અંદર બેઠેલા પાંચ વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી. જેમાં સારવાર દરમિયાન એક એન.આર.આઈ. મહિલાનું કરુણ મૃત્યુ થવા પામ્યું હતું, તેમજ ચાર લોકો ઘાયલ થયા હતા.
ઇલિયાનાને પ્રથમ ફિલ્મમાં થયો હતો ખરાબ અનુભવ

ઇલિયાનાને પ્રથમ ફિલ્મમાં થયો હતો ખરાબ અનુભવ

બોલિવૂડ એક્ટ્રેસ ઈલિયાના ડીક્રૂઝ ખુબ જલદી ફિલ્મ રેડમાં જોવા મળશે. મારી પહેલી ફિલ્મના પહેલાં સીનમાં સ્લો મોશનમાં મારી કમર પર એક મોટું નારિયેળ પાડવામાં આવે છે. મેં જ્યારે ડિરેક્ટરને પુછ્યું કે આપણે આ શા માટે કરી રહ્યા છીએ તો કહેવાયું, આ ખુબ જ સુંદર દેખાશે.'