Short News

ખાન પરિવારમાં આવશે વહુ, ટૂંક સમયમાં અરબાઝ લગ્નની જાહેરાત કરે તેવી શક્યતા

ખાન પરિવારમાં આવશે વહુ, ટૂંક સમયમાં અરબાઝ લગ્નની જાહેરાત કરે તેવી શક્યતા

બોલિવૂડ એક્ટર તથા પ્રોડ્યુસર અરબાઝ ખાનના ડિવોર્સ થયા બાદ પોત પોતાની જિંદગીમાં આગળ વધી ગયા છે. આપને જણાવી દઈએ કે અરબાઝ ખાન આજકાલ જ્યોર્જીયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે બંને પોતાના સંબંધોની ટૂંક સમયમાં જાહેરાત કરશે. ત્યારે આગામી સમયમાં ખાન પરિવારમાં નવી વહુ આવે તો નવાઈ નહિ.   
દાઝવાથી પડેલા ફોલ્લા પર આ ઉપાય કરો તો નહીં પડે ડાઘા

દાઝવાથી પડેલા ફોલ્લા પર આ ઉપાય કરો તો નહીં પડે ડાઘા

દાઝ્યાના ફોલ્‍લા ઉપર ઘણા લોકોને લાંબા સમય માટે ડાઘા રહી જતા હોય છે. આ ડાઘા ના પડે તે માટે ફોલ્લા પર પ્રથમ છાશ રેડવી અથવા ઠંડું પણી રેડવું. દાઝેલા ઘા ઉપર કકડાવેલું તેલ ચોપડવાથી ખૂબ ફાયદો થાય છે. જખમ, ઘા, ગૂમડાં, ચાંદા, શીતળામાં બહુ બળતરા થતી હોય તો ચોખાનો બારીક લોટ-પાઉડરની જેમ ચાંદા પર લગાડવાથી બળતરા મટે છે. દાઝેલા પર કોપરેલ કે બટાટો ઘસવાથી ફોલ્‍લો થશે નહિ.
હવે તો માલગાડીઓ પણ દોડશે 100 KMPHની ગતિએ

હવે તો માલગાડીઓ પણ દોડશે 100 KMPHની ગતિએ

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર(DFC) પર પહેલીવાર 190kmના ટ્રેક પર માલગાડીનું ટ્રાયલ રન થયું હતું. ગત બુધવારના રોજ આ ટ્રાયલ અટેલી (હરિયાણા)થી ફુલેરા(રાજસ્થાન) વચ્ચે કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ સાથે જ 1,504 કિ.મી લાંબા પશ્ચિમી DFCને પૂરું કરાશે. આ કોરિડોર પર 100 KMPHની ઝડપથી માલગાડી ચલાવવાની યોજના છે. વર્તમાનમાં માલગાડીની ઝડપ 30-35 કિ.મી પ્રતિકલાક છે.
દીપિકાએ ગોલ્ડ-પ્લેટિનમ-ડાયમંડને બદલે સિલ્વર જ્વેલરી કેમ ખરીદી?

દીપિકાએ ગોલ્ડ-પ્લેટિનમ-ડાયમંડને બદલે સિલ્વર જ્વેલરી કેમ ખરીદી?

દીપિકા પાદુકોણેએ લગ્નની તૈયારીઓ અંતર્ગત જ્વેલરી ખરીદવાનું શરૂ કર્યું છે. એક બોલિવૂડ વેબસાઈટની જાણકારી મુજબ બંને પરિવારો પારંપરિક સોના, પ્લેટિનમ અને ડાયમંડની જ્વેલરી ખરીદવાને બદલે ચાંદીની જ્વેલરી ખરીદી રહ્યા છે. જોકે હવે આ પાછળનું શું કારણ છે તે તો સમય પર જ ખબર પડશે. આ કપલે પોતાના લગ્નમાં ફોન બેન કરવાનો નિર્ણય લીધો છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more