Short News

શાહરુખ ખાને દિલીપ કુમારના પૂછ્યા ખબર અંતર

શાહરુખ ખાને દિલીપ કુમારના પૂછ્યા ખબર અંતર

દિલીપ વધતી જતી ઉંમરના લીધે હાલ તેની તબીયત ખરાબ રહે છે. ત્યારે દરરોજ કોઈ ને કોઈ તેની ખબર પૂછવા માટે જતા હોય છે. તાજેતરમાં દિલીપ કુમારની તબીયત અંગે ખબર અંતર પૂછવા માટે શાહરુખ ખાન પણ પહોંચ્યા હતા, આ વાતની જાણકારી ટ્વિટ કરીને દિલીપ કુમારે પોતે આપી હતી. તેની સાથે દિલીપ કુમારે બંનેના ફોટો પણ પોસ્ટ કર્યા હતા.
સચિન તેંદુલકરના સૌથી મોટા બે અમદાવાદી ફેન્સે બનાવી નાંખ્યો વર્લ્ડ રેકોર્ડ

સચિન તેંદુલકરના સૌથી મોટા બે અમદાવાદી ફેન્સે બનાવી નાંખ્યો વર્લ્ડ રેકોર્ડ

અમદાવાદ ના બે ભાઈ શીતલ ભટ્ટ અને રવિ ભટ્ટે ક્રિકેટના ભગવાનની 100 સિદ્ધિઓ પર રૂપિયા પાંચ, અને રૂપિયા એક ની ચલણી નોટનું કલેક્શન કરી વિશ્વ રેકોર્ડ કર્યો છે. જેમાં સચિન તેંડુલકરની જન્મ દિવસ થી લઈને ભારત રત્ન એવોર્ડ હાસિલ કર્યા સુધીની સફર ના બે વોલ્યુમ તૈયાર કરી સચિનના ચાહકોમાં અલગ ઓળખ તો ઉભી કરી સાથે સાથે વર્લ્ડ રેકોર્ડ માં નામ નોંધાયું છે.
જૂનાગઢમાં ખૂલ્લા ફાટક વચ્ચે ફસાઈ સીટી બસ, જાણો પછી શું થયુ?

જૂનાગઢમાં ખૂલ્લા ફાટક વચ્ચે ફસાઈ સીટી બસ, જાણો પછી શું થયુ?

જૂનાગઢમાં એક અજીબ ઘટના સામે આવી છે. જેમાં મંગળવારે સાંજે 8:45 વાગ્યે રેલવે સ્ટેશન પાસે આવેલા જોષીપૂરા ફાટકમાં જૂનાગઢ મહાનગર પાલિકાની સીટી બસ નંબર GJ 23T 9706 ફાટકમાં ફસાઈ ગઈ હતી. પરંતુ ત્યારે જ પોતાના નિયત સમયે પ્રમાણે રાજકોટથી વેરાવળ જતી ટ્રેન આવી પહોંચી હતી. જો કે કોઈ અણબનાવ નહોતો બન્યો પણ ટ્રેનને એક કલાક રોકી રાખવી પડી હતી.
કેનેડા પોલીસે ખાલિસ્તાન સમર્થક આતંકી હરદીપસિંઘ નિજ્જરની કરી અટકાયત

કેનેડા પોલીસે ખાલિસ્તાન સમર્થક આતંકી હરદીપસિંઘ નિજ્જરની કરી અટકાયત

કેનેડામાં આતંકી કેમ્પો ચલાવવા તેમજ પાકિસ્તાનની ISISI સાથે સંબંધ રાખવા બદાલ પૂછપરછ માટે કેનેડા પોલીસે ખાલિસ્તાન સમર્થક આતંકી હરદીપસિંઘ નિજ્જરની અટકાયત કરી છે. પંજાબ પોલીસ દ્વારા નિજ્જરને મોસ્ટ વોન્ટેડ આતંકી જાહેર કરાયો છે. ભારત વિરોધી ગતિવિધિ ચલાવવા અંગે ભારત સરકાર તરફથી કેનેડાની સરકારને આપવામાં આવેલા મજબૂત પુરાવા બાદ નિજ્જર સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.