Short News

ફિલ્મ 'યમલા પગલા દિવાના ફિર સે'નું ટિઝર થયુ રિલીઝ

ફિલ્મ 'યમલા પગલા દિવાના ફિર સે'નું ટિઝર થયુ રિલીઝ

ફિલ્મ 'યમલા પગલા દિવાના ફિર સે'નું ટિઝર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. 1 મિનિટ 57 સેકન્ડના આ ટિઝરમાં દેઓલ ફેમેલિ ભારે ધમાલ મચાવતી જોવા મળે છે. ખાસ વાત તો એ છે કે, સલમાન ખાનના વોઈસ ઓવર સાથે શુરૂ થનારા આ ટિઝરમાં યમલા, પગલા અને દિવાના ત્રણેયનો પરિચય કરાવે છે. નવનિત સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે.
આ છે વિશ્વમાં યોગને પ્રચલિત કરનાર યોગ ગુરૂઓ

આ છે વિશ્વમાં યોગને પ્રચલિત કરનાર યોગ ગુરૂઓ

વિશ્વભરમાં યોગની ઉજવણી થઈ રહી છે. ભારતને યોગનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. દેશ વિદેશમાંથી લોકો ભારતમાં યોગ શીખવા માટે આવે છે. જો કે દુનિયામાં યોગને પ્રચલિત કરવામાં આદિ શંકરાચાર્ય, સ્વામી શિવાનંદ સરસ્વતી, પરમહંસ યોગાનંદ, મહર્ષિ મહેશ યોગી, તિરુમલાઈ કૃષ્ણમચાર્ચ, બી.કે. એસ અયંગર, ધીરેન્દ્ર બ્રહ્મચારી,જગ્ગી વાસુદેવ સહિત યોગગુરૂનો સમાવેશ થાય છે.
માત્રા 8 વર્ષના બાળકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો, જાણો વિગત

માત્રા 8 વર્ષના બાળકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો, જાણો વિગત

દુનિયાભરમાં જેને રેરેસ્ટ ઓફ ધ રેર ગણી શકાય તેવો કરૂણ કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. આ ઘટનામાં માત્ર 8 વર્ષના બાળકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું સામે આવ્યુ છે. જેને લઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. માતા આ બાળકને બ્રેઈન ટ્યુમર હતુ જેથી તેની તમામ ઈચ્છાઓ પૂરી કરાતી હતી. મહત્વનું છે કે આટલી નાની ઉંમરે બાળકને આપઘાત કરવાનો વિચાર આવ્યો કઈ રીતે.
આનંદીબહેને કહ્યુ, મોદી અપરિણીત છે, તો જશોદાબહેને આપ્યો જવાબ

આનંદીબહેને કહ્યુ, મોદી અપરિણીત છે, તો જશોદાબહેને આપ્યો જવાબ

ગુજરાતનાં ભૂતપૂર્વ મખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેને કહ્યુ હતુ કે, ‘મોદી અપરિણીત છે.' જો કે આનંદીબહેનના આ નિવદનનો જવાબ આપતા જશોદાબહેને નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે, ‘નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભા ચૂંટણી પહેલાં ભરેલા સોગંદનામામાં પત્ની તરીકે મારા નામનો ઉલ્લેખ કર્યો હતો.' તેમના નિવેદનથી ભારતના પીએમની છબીને નુકસાન પહોંચ્યુ છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more