Short News

દક્ષિણ ગુજરાતમાં ભારે વર્ષાથી 195 જેટલા રસ્તાઓ બંધ

દક્ષિણ ગુજરાતમાં ભારે વર્ષાથી 195 જેટલા રસ્તાઓ બંધ

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે વલસાડની ઓરંગા અને અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યાં છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને સાવધ કરી વલસાડમાં NDRFની 3 ટીમને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગના 195 રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમાં 3 સ્ટેટ અને એક નેશનલ હાઈ વેનો સમાવેશ થાય છે.
ટ્રાન્સપોર્ટર્સની હડતાલને કારણે રોજનું 20,000 કરોડનું નુકસાન

ટ્રાન્સપોર્ટર્સની હડતાલને કારણે રોજનું 20,000 કરોડનું નુકસાન

દેશમાં ટ્રાન્સપોર્ટરની હડતાલના કારણે રોજનું 20,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યુ હોવાનો દાવો ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે કર્યો છે. ટ્રાન્સપોર્ટરનો આજે ચોથો દિવસ છે. હડતાળના કારણે શાકભાજીના ભાવમાં પણ 20 ટકા સુધીનો વધારો નોંધાયો છે. શમાં મેન્યુફેકચરિંગ, સેલ્સ અને લેબર સહિતના ઉદ્યોગોમાં ત્રણ દિવસમાં 60થી 70 હજાર કરોડ રૂપિયાનુ નુકસાન થયું છે.
ઈરાન પર ટ્રમ્પનો પલટ વાર, કહ્યુ- અમેરિકાને ફરી ક્યારેય ધમકી ના આપતા

ઈરાન પર ટ્રમ્પનો પલટ વાર, કહ્યુ- અમેરિકાને ફરી ક્યારેય ધમકી ના આપતા

ઇરાનના ન્યૂઝપેપર તેહરાન ટાઇમ્સ અનુસાર રુહાનીએ કહ્યુ હતુ કે, અમેરિકા પર નિશાનો સાધતા કહ્યુ હતુ કે, અમેરિકા જાણે છે કે, ઇરાનની સાથે શાંતિ તમામ પ્રકારની શાંતિની જનની છે, તેમજ ઇરાનની સાથે યુદ્ધ પણ તમામ યુદ્ધની જનની છે. જો કે રૂહાની આ વાત પર ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યુ કે, અમેરિકાને ફરી ક્યારેય ધમકી ના આપતા, જો તેમ કર્યુ તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવુ પડશે.
સુરતમાં CNG પંપ સંચાલકો અચોક્કસ મુદ્દતની હડતાલ પર

સુરતમાં CNG પંપ સંચાલકો અચોક્કસ મુદ્દતની હડતાલ પર

સુરતમાં આજથી સીએનજી પંપ સંચાલકો અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે. જેથી સુરતમાં તમામ સીએનજી પંપ પરથી ગેસનું વેચાણ બંધ થયુ છે. જેથી સીએનજીથી ચાલતા વાહનના ડ્રાઈવરોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કમિશન વધારવાની અને એક્ઝિટ પોલિસીમાં નોટિસ પિરિયડ વધાવવાની પંપ સંચાલકોની માંગ છે. ગુજરાત ગેસ કંપનીના સીએનજી ફ્રેન્ચાઇઝી એસોસિયેશન હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યુ છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more