Short News

સુરતમાં રેપ બાદ બાળકીની હત્યા કેસમાં માહિતી આપનારને 5 લાખનું ઇનાર જાહેર

સુરતમાં રેપ બાદ બાળકીની હત્યા કેસમાં માહિતી આપનારને 5 લાખનું ઇનાર જાહેર

ગુજરાતના સુરતમાં 11 વર્ષની બાળકી સાથે બળાત્કાર કરી તેને ધાતકી રીતે મારી નાખવાના ધાતકી કેસમાં લોકો રસ્તા પર આવ્યા છે. આ ઘટનાથી સુરતના લોકો પણ હલબલી ગયા છે અને એક સ્થાનિક ડેવલોપર તુષાર ઘેલાણીએ બાળકીના પરીવાર અથવા તેના આરોપીઓ અંગે જાણકારી આપનારને સરકાર કરતા પણ વધારે રુપિયા 5 લાખનું ઇનામ જાહેર કર્યું છે. જાણકારી આપનારની વિગત ગુપ્ત રાખવામાં આવશે.
જલ્દી કરો, ભારતીય સ્ટેટ બેંકમાં આવી વેકન્સી

જલ્દી કરો, ભારતીય સ્ટેટ બેંકમાં આવી વેકન્સી

ભારતીય સ્ટેટ બેન્કે પ્રોબેશનરી ઓફિસર્સના 2000 પદો માટે ભરતીની નોટિફિકેશન જાહેર કરી છે. આ માટે કોઈપણ માન્યતા પ્રાપ્તયૂનિવર્સિટીથી કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ અથવા ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં હોય તે અપ્લાઈ કરી શકે છે. ઉમેદવારની ઉંમર 01-04-2018ના રોજ 21થી ઓછી અને 30 વર્ષથી વધુ ના હોવી જોઈએ. વધુ જાણકારી મેળવવા વાંચો અહીં.
છોકરીઓની ચાલ પરથી મેળવો તેના સ્વાભાવની જાણકારી

છોકરીઓની ચાલ પરથી મેળવો તેના સ્વાભાવની જાણકારી

સમુદ્રશાસ્ત્ર અનુસાર કોઈપણ છોકરીની ચાલના આધારે તેના સ્વભાવની જાણકારી મળે છે જેમ કે, ઝડપથી ચાલતી છોકરી આત્મવિશ્વાસ ભરપૂર એનો સાહસિક હોય છે. નાના ડગલા ભરીને ચાલતી છોકરી શાંત, હસમુખી અને મળતાવડી હોય છે. જમીન પર પગ ઘસીને ચાલતી છોકરીઓ દુઃખી રહે છે તેમજ જલ્દી નિર્ણય નથી લઈ શકતી. ધીમે ચાલતી છોકરી શાંત અને સહજ હોય છે.
યુગાંડાના રાષ્ટ્રપતિ મુસેવનીએ ઓરલ સેક્સ બાબતે આપ્યુ વિવાદિત નિવેદન

યુગાંડાના રાષ્ટ્રપતિ મુસેવનીએ ઓરલ સેક્સ બાબતે આપ્યુ વિવાદિત નિવેદન

યુગાંડાના રાષ્ટ્રપતિ મુસેવનીએ ઓરલ સેક્સને લઈને એક વિવાદિત નિવેદન આપ્યુ છે. તેણે જણાવ્યુ હતુ કે ઓરલ સેક્સ ગંદી બાબત છે અને તેના પર પ્રતિબંધ લાગવો જોઈએ તેમણે વધુમાં કહ્યુ હતુ કે, ‘મોઢાનો પ્રયોગ તો ખાવા માટે હોય છે, ઓરલ સેક્સ માટે નહીં. ઉલ્લેખનીય છે કે યુગાંડાના પ્રેસિડેન્ટે આ પહેલા 2014મા તેમણે સમલૈંગિકોને લઈને ખૂબ જ કડક કાયદો બનાવ્યો હતો.