Short News

પાલનપુરઃ ટેન્કરે લીધા 12ને અડફેટે, 6ના લોકોના મોત

પાલનપુરઃ ટેન્કરે લીધા 12ને અડફેટે, 6ના લોકોના મોત

 પાલનપુરમાં ટેન્કર ચાલકે 12 લોકોને કચડી નાખતા 6 લોકોના મોત થયા હતા. માહિતી મુજબ રાત્રે 8 વાગે ટેન્કર ચાલક વળાંક લેવાનું ભૂલી જઈ સીધો સવેરા હોટેલના પાર્કિંગમાં ઘૂસી જતા પાર્ક કરેલી 2 કાર 2 રિક્ષાઓ અને કેટલાક બાઇકોનો ખુદડો બોલાવી 12 ને કચડી નાખ્યા હતા. જેમાં 6 જણાના મોત નિપજયા હતા જ્યારે 6 જણને ઇજાઓ પહોંચી હતી.
નોઈડાઃ ઓલા કેબમાં મહિલાનું અપહરણ કરી કર્યો ગેંગરેપ, 6ની ધરપકડ

નોઈડાઃ ઓલા કેબમાં મહિલાનું અપહરણ કરી કર્યો ગેંગરેપ, 6ની ધરપકડ

દેશ વધતા દુષ્કર્મના કેસ પગલે વધુ એક ગેંગરેપની ઘટના સામે આવી છે. ગ્રેટર નોઈડામાં એક કંપનીમાં કામ કરતી મહિલાનો આરોપ છે કે, તેને સુરજપુર જવા માટે સેક્ટર 37 થી ઓલા કેબ બુક કરી હતી. તે દરમિયાન સસ્તામાં ડ્રાઈવરે તેને દારુ પીવડાવવાની કોશિશ કરી હતી. તેમજ રસ્તામાં કેબ ઉભી રાખી સાથીઓ સાથે મળી ગેંગરેપ કર્યો હતો. ઘટનામાં 6 આરોપીઓની ધરપકડ કરાય છે.
ઈન્દ્રાણીએ છૂટાછેડા મામલે પીટર મુખર્જીને મોકલી નોટીસ

ઈન્દ્રાણીએ છૂટાછેડા મામલે પીટર મુખર્જીને મોકલી નોટીસ

પોતાની પુત્રી શીના બોરાની હત્યાના કેસમાં જેલમાં બંધ રહેલી ઇન્દ્રાણી મુખરજીએ આર્થર રોડમાં બંધ હત્યાના સહ આરોપી અને તેના પતિ પીટરને છૂટાછેડા તેમજ નાણાકીય પતાવટ માટેની એક નોટિસ મોકલી આપી છે. પોતાના વકિલ મારફત મોકલાયેલી આ નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે, તે પરસ્પર સહકારથી છૂટાછેડા ઈચ્છી રહી છે. તેમજ નાણાકીય પતાવતને પણ મંજૂરી આપે.    
ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફીને બદલે રમાશે ટી20 વર્લ્ડ કપ

ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફીને બદલે રમાશે ટી20 વર્લ્ડ કપ

આઈસીસી બોર્ડની પાંચ દિવસીય બેઠકના સમાપન બાદ આઈસીસ મુખ્ય કાર્યકારી ડેવ રિચર્ડસને કહ્યું કે, આઈસીસીએ ભારતમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીને બદલે વર્લ્ડ ટી20માં બદલવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયા બાદ ભારત 2021માં ટી20 વર્લ્ડની યજમાની કરશે. તેની સાથે આઈસીસીએ તમામ ૧૦૪ સભ્ય દેશોને આંતરરાષ્ટ્રીય ટી-૨૦નો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.