Short News

રાજકોટમાં બીજા ધોરણમાં ભણતી બાળકી પર 15 દિવસમાં 3 વાર દુષ્કર્મ

રાજકોટમાં બીજા ધોરણમાં ભણતી બાળકી પર 15 દિવસમાં 3 વાર દુષ્કર્મ

રાજકોટમાં રૈયા ચોકડી પાસે 9 વર્ષની બાળકી પર પાડોશી ભરવાડ શખસે દુષ્કર્મ આચર્યું છે. બાળકીના પાડોશમાં રહેતો અંદાજે 24 વર્ષનો આરોપી કમલેશ ઉર્ફે મુરલી કાળુ ભરવાડ ટીવી જોવાના બહાને બાળકીને ઘરમાં બોલાવી મોબાઈલમાં બિભત્સ ફિલ્મ બતાવી પખવાડીયામાં ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. ગભરાયેલી દીકરી આખરે માતાને વિગતો કહી દેતા મહિલા પોલીસમાં બાળકીની માતાએ ફરિયાદ નોંધાવી છે.
ગોધરાઃ ડોક્ટરે બસમાં કરાવ્યો બાળકીનો જન્મ, નામ આપ્યુ 'વાહિની'

ગોધરાઃ ડોક્ટરે બસમાં કરાવ્યો બાળકીનો જન્મ, નામ આપ્યુ 'વાહિની'

દાહોદ જિલ્લાના ઝાલોદ નજીકના નાનકડા ગામડાનો શ્રમજીવી પરિવાર પોતાના માદરે વતન જઈ રહ્યો હતો. ત્યાં મહિલાને બસમાં જ પ્રસવ પીડા ઉપડતા મહિલાને મદદ કરતાં બસને સીધી ગોધરા સિવિલ હોસ્પિટલ લઇ જવાય હતી. પરંતુ બસ હોસ્પિટલ પહોંચે એ પહેલા મહિલાની પ્રસવ પીડા વધતા ડોક્ટરે સ્ટાફ સહિત બસમાં જ મહિલાની ડીલવરી કરવાવી હતી. ને બાળકીનો જન્મ વાહનમાં થયો હોવાથી નામ આપ્યુ 'વાહિની'.
નકલી જજ બની, જૂનાગઢના યુવક પાસેથી ખંખેર્યા 7 લાખ રૂપિયા

નકલી જજ બની, જૂનાગઢના યુવક પાસેથી ખંખેર્યા 7 લાખ રૂપિયા

નકલી પોલીસ બની લોકોને ઠગવાના તો ઘણા કિસ્સા સામે આવે છે. પરંતુ જૂનાગઢમાં એક ઠગે તો હદ કરી નાખી હતી. માહિતી મળી છે કે, પાલનપુરના એક ઠગે પોતાની ઓળખાણ જજ તરીકે આપીને કોર્ટમાં નોકરી અપાવવાની લાલચે એક યુવાન પાસેથી 7 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. બાદમાં યુવકને શંકા જતા તેણે પોલીસ ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
નીતિ આયોગે સરકારી કંપનીઓના વિનિવેશ પર કરી ભલામણો

નીતિ આયોગે સરકારી કંપનીઓના વિનિવેશ પર કરી ભલામણો

નીતિ આયોગે સરકારી કંપનીઓ પર તેની પાંચમી રિપોર્ટમાં કંપનીઓના વિનિવેશ પર મોટી ભલામણો કરી છે. રિપોર્ટમાં બીએચઈએલ અને ઈઆઈએલ સાથે 14 સરકારી કંપનીઓની હિસ્સેદારી વેચવામાં આવે તે માટે સલાહ આપવામાં આવી છે. તેમાં 50 ટકાથી નીચે સરકારી હિસ્સેદારી રાખવા જણાવાયું છે જેથી સરકારી કંપનીઓને વધુ અધિકાર મળે છે. સચિવોના સમૂહ નીતિ આયોગની રિપોર્ટ પર વિચાર કરશે.