Short News

અમદાવાદના કુબેરનગરમાં સગીરાને માનવ તસ્કરોથી બચાવાઇ

અમદાવાદના કુબેરનગરમાં સગીરાને માનવ તસ્કરોથી બચાવાઇ

અમદાવાદની સરદારનગર પોલીસે માનવ તસ્કરી કરતી ગેંગ વિરુદ્ધ મોટું ઓપરેશન પાર પાડતા રાજસ્થાનના જોધપુરની લુની ગામમાંથી 14 વર્ષની બાળકીને માનવ તસ્કરોની જાળમાંથી છોડાવી હતી. આ સાથે જ પોલીસે 2 મહિલાઓ સહિત માનવ તસ્કરોની ગેંગના ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. આ લોકો ગર્લનું અપહરણ કરી તેને 25 વર્ષીય રાજુ જાવડા નામના વ્યક્તિને રુ.50000માં વેચી હતી.
ઉતરપ્રદેશઃ કુશીનગરમાં ટ્રેનની ઝપટે ચડી સ્કુલ વાન, 12 બાળકો સહિત 13ના મોત

ઉતરપ્રદેશઃ કુશીનગરમાં ટ્રેનની ઝપટે ચડી સ્કુલ વાન, 12 બાળકો સહિત 13ના મોત

ઉતપપ્રદેશના કુશીનગરમાં ખૂબ જ દુખદ ઘટના ઘટી છે. અહીં બાળકોને સ્કુલે લઈ જતી સ્કુલવાન એક ટ્રેન સાથે અથડાતા આ ઘટનામાં 13 લોકોના મોત નિપજ્યા છે. મૃત્યુ પામનારમાં 12 બાળકો અને એક સ્કુલવાનનો ડ્રાઈવર સામેલ છે. અકસ્માતમાં કેટલા બાળકો ઘાયલ થયાની જાણકારી મળી છે. માહિતી મળી છે કે આ સ્કુલ વાનમાં 25 બાળકો સવાર હતા.
સુપ્રીમ કોર્ટે કહ્યું, આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનો નથી આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે કહ્યું, આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનો નથી આપ્યો આદેશ

આધાર કેસની સુનાવણી કરી રહેલી દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેમણે ક્યારેય મોબાઈલ નંબર સાથે આધારને લિંક કરવાનો આદેશ આપ્યો નથી. કોર્ટે વધુમાં જણાવ્યુ છે કે, સરકારે 6 ફેબ્રુઆરી, 2017ના રોજ આપવામાં આવેલા તેના આદેશનો ખોટો અર્થ લઈ લીધો છે. હકીકતમાં સુપ્રિમનું કહેવું હતુ કે, મોબાઈલ યુઝર્સ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવા.
પરીક્ષા ટાણે ગુજરાત યુનિવર્સિટીમાં થઈ રહ્યુ છે ફિલ્મનું શુટિંગ, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

પરીક્ષા ટાણે ગુજરાત યુનિવર્સિટીમાં થઈ રહ્યુ છે ફિલ્મનું શુટિંગ, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

ગુજરાત યુનિવર્સિટી ફરી વાર વિવાદમાં ફસાઈ છે. યુનિ. કેટલોક ભાગ નજીવી રકમ માટે ભાડે આપ્યો છે. હેરિટેજ ટાવર ગણાતા યુનવર્સિટીમાં હાલ એક ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. જેને લઈ કુલપતિ, રજિસ્ટ્રારની ઓફિસ, પરીક્ષા વિભાગ અને એકેડેમિક વિભાગમાં જવાની કોઈને પણ મંજૂરી નથી. ત્યારે પરીક્ષાઓના ટાણે જ વિદ્યાર્થીઓ ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.