Short News

અમદાવાદ રથયાત્રા 2018 : નેત્રોત્સવ વિધિ બાદ મંદિરને ધજા ચડાવવામાં આવી

અમદાવાદ રથયાત્રા 2018 : નેત્રોત્સવ વિધિ બાદ મંદિરને ધજા ચડાવવામાં આવી

ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનું પર્વ જેમ નજીક આવી રહ્યું છે તેમ ભક્તોના હૈયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાયો છે. આ બાદ સવારે 8.00 કલાકથી નેત્રોત્સવની વિધિ શરૂ થઇ ગઇ હતી. સામાન્ય રીતે નેત્રોત્સવ વિધિ રથયાત્રાના આગલે દિવસે હોય છે પરંતુ આ વખતે બે દિવસ પહેલા યોજાઇ રહી છે.
શું ‘તારક મેહતા’ શૉમાં હવે ડૉ. હાથીના પાત્રનો અંત આવી જશે?

શું ‘તારક મેહતા’ શૉમાં હવે ડૉ. હાથીના પાત્રનો અંત આવી જશે?

ટીવીના પોપ્યુલર શૉ તારક મેહતા કા ઉલટા ચશમામાં એક મહત્વનું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદ એટલે કે ડોક્ટર હાથીના એકાએક નિધનથી શૉના નિર્માતાઓ ડોક્ટર હાથીના કેરેક્ટરનો અંત લાવી દેશે કે પછી કોઈ બીજાને કાસ્ટ કરશે? એક ઈન્ટર્વ્યુમાં શૉના પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યુ હતું કે, અમને કવિ કુમાર આઝાદના અવસાનથી અત્યંત દુ:ખી છીએ. તેમના કેરેક્ટરને શૉમાં ચાલુ રાખવામાં આવશે.
આ રીતે રણબીરની પત્ની બનતા બનતા રહી ગઈ કેટરિના કૈફ!

આ રીતે રણબીરની પત્ની બનતા બનતા રહી ગઈ કેટરિના કૈફ!

સંજૂ ફિલ્મમાં સંજય દત્તની પત્ની માન્યતા દત્તના રોલ માટે કેટરિના કૈફને કાસ્ટ કરવાની હતી. રાજકુમાર હિરાની અને સંજય દત્ત પોતે ઈચ્છતો હતો કે માન્યતાનો રોલ કેટરિના કરે. રણબીર કપૂરની પણ ઈચ્છા હતી કે કેટરીનાને આ રોલ મળે. જો કે શૂટિંગ શરુ થાય તે પહેલા જ રણબીર અને કેટરિનાનું બ્રેકઅપ થઈ ગયું. ત્યારપછી આ ડીલ ફાઈનલ ન થઈ અને રોલ દિયા મિર્ઝાને મળી ગય હતો.
રિતિકને ટક્કર આપવા ટાઇગર રોજ ઉઠાવે છે 100 કિલોના ડમ્બેલ

રિતિકને ટક્કર આપવા ટાઇગર રોજ ઉઠાવે છે 100 કિલોના ડમ્બેલ

ટાઇગર શ્રોફ અને રિતિક રોશન પહેલીવાર યશરાજની ફિલ્મમાં એકસાથ નજર આવવાના છે. જે માટે ટાઇગરે રિતિક રોશન જેવી કે તેનાથી વધારે ખમતીધર દેખાવા માટે પાવરફુલ બોડી બનાવવાનું શરૂ કરી દીધું છે. રિતિક રોશનની બોડી વેલ ટોન અને બોલિવુડ સ્ટાર્સમાં સૌથી સારી બોડી માનવામાં આવે છે. ટાઇગર એક વીડિયો શેર કરી રિતિકથી પણ સારી બોડી બનાવી હોવાનું દર્શાવ્યું છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more